મેકસીકો 6.8ની તીવ્રતાના ભૂકંપથી ધણધણ્યુ: વ્યાપક નુકશાન

22 September 2022 05:33 PM
India World
  • મેકસીકો 6.8ની તીવ્રતાના ભૂકંપથી ધણધણ્યુ: વ્યાપક નુકશાન

મેકસીકો તા.22
મેકસીકોમાં આજે 6.8ની તીવ્રતાનો તીવ્ર ભૂકંપ આવ્યો હતો અને તેને બદલે બે લોકોના મોત થયા હતા અને મિલ્કતોને વ્યાપક નુકશાન થયું હતું. મધરાત બાદ રાત્રે એક વાગ્યાની આસપાસ ભૂકંપનો તીવ્ર આંચકો અનુભવાયો હતો. ત્રણ દિવસ પુર્વે જ પશ્ચિમ અને મધ્ય મેકસીકોમાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને ટુંકાગાળામાં જ ફરી ધરતી ધણધણતા ગભરાટનો માહોલ ઉભો થયો હતો.

અમેરિકી જીયોલોજીકલ સર્વેના રિપોર્ટ પ્રમાણે પેસીફીક કાંઠાની નજીક પશ્ચિમી પ્રાંતમાં ભૂકંપ સર્જાયો હતો. સમગ્ર પશ્ચિમી પ્રાંત ધ્રુજી ઉઠયો હતો. અમુક સ્થળોએ ભેખડ ધસી પડવાની ઘટનાઓ બની હતી ઉપરાંત ઈમારતોને પણ વ્યાપક નુકશાન થયું હતું. મેકસીકોના મેયરે ભૂકંપથી એક મહિલાનું મોત થયાનું પૃષ્ટી કરી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement