વિધાનસભાના અંતિમ દિવસે નીતિન પટેલે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કાર્યકાળ વર્ણવ્યો

22 September 2022 05:34 PM
Gujarat
  • વિધાનસભાના અંતિમ દિવસે નીતિન પટેલે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કાર્યકાળ વર્ણવ્યો

ગાંધીનગર, તા.22 : 14મી વિધાનસભાનું બે દિવસનું ટુંકુ અને અંતિમ સત્ર આજે પૂર્ણ થયું છે અંતિમ સત્ર હોવાથી ધારાસભ્યોએ પાંચ વર્ષના કાર્યકાળની યાદોનેે વાગોળી હતી શાસક તથા વિપક્ષના ધારાસભ્યોએ પાંચ વર્ષની કામગીરી અને સંસ્મરણો વ્યકત કર્યા હતા આ તકે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તેમના કાર્યકાળ કોરોના લોકડાઉન, વેકસીનેશન જેવા મુદાઓ ગણાવ્યા હતા અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને ખાસ યાદ કર્યા હતા. સૌથી સીનયર મંત્રી કનુભાઇ દેસાઇ અને સૌથી જુનીયર મંત્રી હર્ષ સંઘવીનો ઉલ્લેખ કર્યો હતો. અધ્યક્ષ નીમાબેન આચાર્યને હંમેશા યાદ રખાશે તેવું પણ કહ્યું હતું.


Related News

Loading...
Advertisement
Advertisement