હૈદ્રાબાદ મેચની ટીકીટ માટે હજારો પ્રશંસકો ઉમટતા અફડાતફડી : પોલીસનો લાઠીચાર્જ

22 September 2022 05:35 PM
Rajkot India
  • હૈદ્રાબાદ મેચની ટીકીટ માટે હજારો પ્રશંસકો ઉમટતા અફડાતફડી : પોલીસનો લાઠીચાર્જ

હૈદ્રાબાદ, તા. 22 : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેનો ત્રીજો ટી-20 મેચ હૈદ્રાબાદમાં રમાવાનો છે ત્યારે મેચની ટીકીટ માટે સેંકડોની સંખ્યામાં પ્રશંસકો ઉમટતા હંગામો સર્જાયો હતો અને પોલીસને હળવો લાઠીચાર્જ કરવો પડયો હતો. રપમી સપ્ટેમ્બરે ત્રીજો ટી-20 મેચ રમાવાનો છે તેની ટીકીટ મેળવવા સેંકડોની સંખ્યામાં પ્રશંસકો ઉમટી પડયા હતા અને વાતાવરણ કાબુ બહાર થયું હતું.

નાશભાગની સ્થિતિ સર્જાતા પોલીસને પરિસ્થિતિ પર કાબુ મેળવવા લાઠી ચાર્જ કરવો પડયો હતો જેમાં ચાર લોકો ઘાયલ થયા હતા. લાઠીચાર્જનો આ વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થયો છે. પ્રશંસકો ટીકીટ મેળવવા માટે આખી રાત લાઇનમાં ઉભા રહ્યા હતા છતાં ટીકીટ ન મળતા દેકારો સર્જાયો હતો અને વાતાવરણ બગડયુ હતું.


Related News

Loading...
Advertisement
Advertisement