GTU નાં નવિન કેમ્પસનું તા.27નાં રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહનાં હસ્તે ભૂમિપૂજન

22 September 2022 05:36 PM
Ahmedabad Gujarat
  • GTU નાં નવિન કેમ્પસનું તા.27નાં રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહનાં હસ્તે ભૂમિપૂજન
  • GTU નાં નવિન કેમ્પસનું તા.27નાં રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહનાં હસ્તે ભૂમિપૂજન

વડાપ્રધાનનાં લક્ષ્યને સાકાર કરવા જીટીયુ કટિબદ્ધ: કુલપતિ પ્રો.ડો.નવિન.શેઠ

અમદાવાદ,તા.22
રાજ્યની સૌથી મોટી ટેક્નોલોજીક યુનિવર્સિટી અને ટેક્નિકલ શિક્ષણમાં દેશ- વિદેશમાં અગ્રગણ્ય યુનિવર્સિટીમાં નામના મેળવનાર ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીને (જીટીયુ) સરકાર દ્વારા ગાંધીનગર લેકાવાડા ખાતે 100 એકરની જમીન નવા બિલ્ડીંગના બાંધકામ માટે ફાળવવામાં આવી છે. જેનું આગામી તા.27 સપ્ટેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે ભૂમિપૂજન કરવામાં આવશે.

આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી , શિક્ષણમંત્રી જીતુભાઈ વાધાણી, રાજ્ય શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહશે. આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડો. નવીન શેઠે જણાવ્યું હતંશ કે , ગુજરાતમાં પણ વિશ્વની સર્વશ્રેષ્ઠ ટેક્નિકલ યુનિવર્સિટી બનાવવાના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના લક્ષ્યને સાકાર કરવા માટે જીટીયુ કટ્ટીબદ્ધ છે. જીટીયુના નવા બિલ્ડીંગનું બાંધકામ આગામી 2 વર્ષની સમય મર્યાદામાં પરિપૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

સરકાર દ્વારા બાંધકામ માટે રૂપિયા 275 કરોડની ગ્રાંન્ટ જીટીયુને મંજૂર કરવામાં આવી છે. નવું તૈયાર થતું કેમ્પસ ગ્રીન રેટીંગ ફોર ઈન્ટીગ્રેટેડ હેબિટેટ એસેસમેન્ટ (ગૃહ) અનુસાર સંપૂર્ણ ગ્રીન બિલ્ડિંગની થીમ પર બનાવવામાં આવશે. જેમાં 17 થી વધુ ભવનોની સ્થાપના કરવામાં આવશે.

ગ્રીન બિલ્ડિંગની થીમ પર બનાવવામાં આવતું નવું કેમ્પસ અંદાજીત 5000થી વધુ વૃક્ષોથી આચ્છાદિત હશે. જેમાં લિમડો, પીપળો, વડ, બોરસલી, ગુલમહોર, આંબલી વગેરે વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. આ ઉપરાંત 2000 સ્કેવર મીટરના ક્ષેત્રફળમાં આયુર્વેદીક ઔષધી પ્લાન્ટ પણ વાવવામાં આવશે.


Related News

Loading...
Advertisement
Advertisement