કોંગ્રેસ પ્રમુખ બને તો મુખ્યમંત્રીની ખુરશી ખાલી કરવી પડશે ! ગેહલોટની ઉમેદવારી પર સંકટ

22 September 2022 05:37 PM
India Politics
  • કોંગ્રેસ પ્રમુખ બને તો મુખ્યમંત્રીની ખુરશી ખાલી કરવી પડશે ! ગેહલોટની ઉમેદવારી પર સંકટ

રાહુલ ગાંધીએ વન મેન, વન પોસ્ટ વિશે સ્પષ્ટતા કરતા નવો વળાંક

નવી દિલ્હી, તા.22 : કોંગ્રેસના પ્રમુખની ચૂંટણીનું જાહેરનામુ પ્રસિધ્ધ થઇ ગયું છે અને બે થી વધુ ઉમેદવારો મેદાને આવે તેવા સંકેતો વચ્ચે ફેવરીટ ગણાતા અશોક ગેહલોટની ઉમેદવારી પર સંકટ સર્જાયુ છે. રાહુલ ગાંધીએ વન મેન, વન પોસ્ટનું સમર્થન કરીને એવું સ્પષ્ટ કરી દીધુ છે કે અશોક ગેહલોટ કોંગ્રેસ અધ્યક્ષ બને તો મુખ્યમંત્રી પદ છોડવું પડશે. ઉદયપુર ચિંતન શીબીરમાં જે નિર્ણય લેવાયા હતા તેનું પાલન કરવામાં આવશે. અર્થાત એક જ વ્યકિતને બે હોદા નહીં આપવામાં આવે. રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ પ્રમુખ પદ માત્ર સંગઠતાત્મક હોદો નથી પરંતુ એક વિશ્ર્વાસ પ્રણાલી છે.


Related News

Loading...
Advertisement
Advertisement