સગીરાને ભગાડી જનાર આરોપીના જામીન મંજુર

22 September 2022 05:39 PM
Rajkot
  • સગીરાને ભગાડી જનાર આરોપીના જામીન મંજુર
  • સગીરાને ભગાડી જનાર આરોપીના જામીન મંજુર

રાજકોટ: રાજકોટ શહેરના કોઠારીયા મેઈન રોડ પર હુડકો ક્વાર્ટરમાં રહેતા પોકસો કેસના આરોપી આયુષ મુનાભાઈ બગથરીયાને રાજકોટ સ્પેશીયલ પાસ્કો કોર્ટ ધ્વારા જામીન પર મુક્ત કરવાનો હુકમ કરાયો છે. આ કેસની ફરિયાદની હકીકત એવી છે કે, ફરીયાદીની દિકરી ઘરમાં હાજર ન હોય જેથી ફરીયાદીએ તપાસ કરતા પાડોશીએ જણાવેલ કે, તેમની પુત્રીને આયુષ લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઈરાદે લઈ ગયેલ છે.

જેથી ભકિતનગર પોલીસ સ્ટેશનમાં અપહરણ અને પોકસના કાયદા મુજબ ફરિયાદ થતા આરોપીની ધરપડક કરવામાં આવેલ હતી. આરોપીએ જેલમાંથી જામીન માટે અરજી કરતા આરોપીના વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટના ચુકાદાઓને ધ્યાને રાખીને આરોપી આયુષને રૂ.15 હજારના જામીન ઉપર મુકત કરવામાં કોર્ટે હુકમ કર્યો હતો. આ કેસમાં આરોપી વતી રાજકોટના એડવોકેટ નૈમીષ એલ. જોષી તથા મયુર એસ. જોષી રોકાયેલ હતા.


Related News

Loading...
Advertisement
Advertisement