કાલાવડ રોડ પર ટ્રક પલ્ટી માર્યો: ટ્રાફીક જામ

22 September 2022 05:41 PM
Rajkot
  • કાલાવડ રોડ પર ટ્રક પલ્ટી માર્યો: ટ્રાફીક જામ
  • કાલાવડ રોડ પર ટ્રક પલ્ટી માર્યો: ટ્રાફીક જામ

આજે શહેરના કાલાવડ રોડ પર અચાનક એક ટ્રક પલ્ટી મારી જતા ભારે ટ્રાફીક જામ સર્જાયો હતો. જેને પગલે પોલીસ દોડી ગયેલી. કાલાવડ રોડ પર આવેલા મોટેલ ધ વીલેજ સામે રોડ પર આ ટ્રક પલ્ટી મારી ગયો હતો. ટ્રકમાં લોખંડ ભરેલું હોય જે ટ્રક પલ્ટી મારતા રસ્તા ઉપર પથરાઇ ગયું હતું.

પુરપાટ ઝડપે આવતા ટ્રકના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક પ્રથમ રોડ વચ્ચેના ડીવાઇડર ઉપર ચડી ગયો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. આ અકસ્માતના પગલે લાંબા સમય સુધી રોડ પર ટ્રાફીક જામ રહયું હતું.


Related News

Loading...
Advertisement
Advertisement