બુંદેલા સમાજની વાડીમાં જુગાર રમતા પકડાયેલા આરોપીઓનો નિર્દોષ છુટકારો

22 September 2022 05:48 PM
Rajkot Crime
  • બુંદેલા સમાજની વાડીમાં જુગાર રમતા પકડાયેલા આરોપીઓનો નિર્દોષ છુટકારો

રાજકોટ: એ. ડિવિઝન પોલીસ સ્ટેશને તા.1/8/2021 ના રોજ જુગારધારાની કલમ હેઠળ ગુનો દાખલ થયેલો, જેમાં બાતમી મળેલી કે, જાગનાથ મહાકાળી મંદિરની બાજુમાં બુંદેલા સમાજની વાડીમાં નીતિન રતિલાલ બુંદેલા જુગારનો અખાડો ચલાવે છે. દરોડામાં નીતિન બુંદેલા, રવિ સુભાષ રાજયગુરૂ, સુનિલ ભીખુ બુંદેલા, હિરેન નિરૂસિંગ બુંદેલા, વિજય નાનુ બંદેલા, જીતેન્દ્ર ધીરજલાલ ચૌહાણ, જૂગાર રમતાં પકડાયેલા હતા.

આ કેસ ચાલી જતાં પંચોએ પોતાના હાજરીમાં કોઈ ઈસમો જુગાર રમતા પકડાયેલનો ઈન્કાર કરેલ. જુગારના પ્રાથમિક સિધ્ધાંત મજબ હાર - જીત થવી જરૂરી છે. પરંતુ સમગ્ર ગુન્હાની તપાસ દરમિયાન કોઈ આરોપી વચ્ચે શું હાર - જીત થઈ તે હકીકત રેકર્ડ ઉપર ખુલવા પામેલ ન હોય, સ્વતંત્ર સાહેદોનું સમર્થન પ્રાપ્ત થયેલ ન હોય આરોપીના વકીલની દલીલો અને વિવિધ કોર્ટના ચુકાદા ધ્યાને લઇ આરોપીઓને નિર્દોષ ઠેરાવી છોડી મુકવા અદાલતે હુકમ કર્યો છે. આ કેસમાં આરોપીઓ વતી રાજકોટના યુવા ધારાશાસ્ત્રી અમિત એન. જનાણી, અભય ખખ્ખર, ઈકબાલ થૈયમ, કપિલ કોટેચા તથા રામકુભાઈ બોરીચા રોકાયેલા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement