કોર્ટ પાસે રાખેલ ઓટો રીક્ષા અજાણ્યો શખ્સ ઉઠાવી ગયો

22 September 2022 05:49 PM
Rajkot Crime
  • કોર્ટ પાસે રાખેલ ઓટો રીક્ષા અજાણ્યો શખ્સ ઉઠાવી ગયો

હડમતીયાના નાથાભાઇ કોર્ટમાં મુદતે આવ્યા ત્યારે ઓવરબ્રીજ પાસે પાર્ક કરેલ રીક્ષાની ઉઠાંતરી: ફરિયાદ નોંધાઇ

રાજકોટ,તા.22 : બે દિવસ પહેલા હડમતીયાના નાથાભાઇ રાજકોટ કોર્ટે મુદતે પોતાની ઓટોરીક્ષા લઇને આવ્યા હતા. જે ઓટો રીક્ષા ઓવરબ્રીજ પાસે પાર્ક કરીને કોર્ટે ગયા હતા પરત ફર્યા ત્યારે રીક્ષાની કોઇ અજાણ્યો શખ્સ ઉઠાંતરી કરી ગયાનું જોવા મળતા એ ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.

વધુમાં નાથાભાઇ ઉકાભાઇ વાઘેલા (ઉ.50) રહે. હડમતીયા, રાજકોટ) જણાવ્યું હતું કે, હું ગઇ 21 તારીખના 1 વાગ્યે મારી ઓટો રીક્ષા નં. જીજે 03 બીયુ 3224 લઇ રાજકોટ કોેર્ટમાં મુદતે આવ્યો હતો. ત્યારે ઓટો રીક્ષા કોર્ટની પાછળ આવેલ નવા ઓવર બ્રીજ પાસે પાર્ક કરેલ હતી. બાદમાં હું કોર્ટમાં મુદત પુરી કરી બે વાગ્યાની આસપાસ પરત ફરતા મેં પાર્ક કરેલી રીક્ષા જોવા મળેલ ન હતી.જેમાં મારા ઓરીજીનલ દસ્તાવેજ પણ હોય જેથી પોલીસ મથકે ઓટો રીક્ષા રૂ.90હજારની ચોરી કર્યાની અંગેની ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી એ ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ. બી.જે. વસવેલીયા એ સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement