સિવિલમાં દવા લેવા આવેલા વૃદ્ધનું બેભાન થઇ જતા સારવારમાં મોત

22 September 2022 05:50 PM
Rajkot Crime
  • સિવિલમાં દવા લેવા આવેલા વૃદ્ધનું બેભાન થઇ જતા સારવારમાં મોત

રામનાથપરાના કનકરાય જોગી બે દિવસથી સારવારમાં હતા: પરીવારમાં કલ્પાંત

રાજકોટ,તા.22 : રામનાથપરા સરધાર નાકા જુમ્મા મસ્જીદ પાસે રહેતા કનકરાય રતનશીભાઇ જોગી (ઉ.78) બે દિવસ પહેલા સિવિલ હોસ્પિટલે બિમારીની દવા લેવા આવ્યા ત્યારે ઓપીડી પાસે બેભાન થઇ ઢળી પડયા હતા જેને તાત્કાલીક સારવારમાં ખસેડાયા હતા. પરંતુ સારવાર કારગત ન નીવડતા તેનું મોત નિપજયું હતું. બનાવ અંગે સીવીલ ચોકીના રામજીભાઇ વરૂએ પ્ર.નગર પોલીસને જાણ કરતા જરૂરી કાર્યવાહી કરી હતી.વધુમાં મૃતકને સંતાનમાં એક પુત્ર છે. જેના મોતથી પરિવારમાં કલ્પાંત છવાયો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement