રૂ।.21 લાખના ચેક રીટર્ન કેસમાં સજા પામેલ હરેશ મુંગલપરાનો નિર્દોષ છૂટકારો

22 September 2022 05:51 PM
Rajkot Crime
  • રૂ।.21 લાખના ચેક રીટર્ન કેસમાં સજા પામેલ હરેશ મુંગલપરાનો નિર્દોષ છૂટકારો

રાજકોટ,તા.22 : શહેરના પેડક રોડ પર પાણીના ઘોડા પાસે ઇન્દ્રપ્રસ્થ શેરી નં.1માં રહેતા ફરિયાદી અતુલ ધરમશી અણદાણીએ આરોપી હરેશ પરસોત્તમભાઈ મુંગલપરા વિરુદ્ધ રૂ।.21 લાખના ચેક રીટર્ન થયાની ફરિયાદ દાખલ કરેલી, જેમાં હરેશભાઈને 1 વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમનું વળતર ન ચૂકવે તો વધુ 6 માસની સજાનો હુકમ કોર્ટે ફરમાવેલ. જેથી હરેશભાઈએ ચોથા એડી. સેસન્સ જજની કોર્ટમાં અપીલ કરેલી, અપીલ ચાલતા આરોપીના વકીલે દલીલ કરેલી કે, આરોપીને ફરિયાદીએ હાથ ઉછીના નહીં પરંતુ ગેરકાયદે ઊંચા વ્યાજે રકમ આપેલી,

આ રકમ 21 લાખ નહીં પણ રૂ।.2 લાખ હતી. રકમ વ્યાજે ધીરતી વખતે સિક્યુરીટી પેટે આરોપીના ખાતાના અને આરોપીની સહી વાળા બે કોરા ચેક લેવાયા હતા. જે પૈકી એક ચેકનો દુરુપયોગ કરી તદન ખોટી ફરિયાદ કરાઈ છે. આ સાથે રજૂ રાખેલ ચુકાદા ધ્યાને લઇ સેસન્સ અદાલતે આરોપીની અપીલ મંજુર કરી, નીચેની અદાલતના હુકમને રદ કરી, આરોપી હરેશ મુંગલપરાને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો છે. આ કેસમાં આરોપી વતી વકીલ તરીકે સમીર એચ. જોશી, ધર્મેન્દ્ર પી. ગઢવી તેમજ ભવદીપ આર. દવે રોકાયેલા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement