દરવાજો ખખડાવવાની ના પાડતા સોનલબેનને અજાણી મહીલાએ મારમાર્યો

22 September 2022 05:52 PM
Rajkot
  • દરવાજો ખખડાવવાની ના પાડતા સોનલબેનને અજાણી મહીલાએ મારમાર્યો

નાણાવટી ચોક પાસેનો બનાવ: અવાર-નવાર દરવાજા ખખડાવી અગરબત્તી સળગાવી મુકી જતાં હોય જેથી ટપારતાં મહીલા પર હુમલો કર્યો: સારવારમાં

રાજકોટ,તા.22 : નાણાવટી ચોક પાસે સ્ટલીંગ હોસ્પિટલ પાછળ આવાસ કવાર્ટરમાં સોનલબેન નામની મહીલાને અજાણી મહીલાએ ધકકો મારી ઢીકાપાટુનો માર મારતાં સારવારમાં ખસેડાઈ હતી. બનાવ અંગેની વિગત અનુસાર સોનલબેન વિજયભાઈ કંટારીયા (ઉ.વ.27) ગત રોજ પોતાના ઘરે હતાં ત્યારે અવાર-નવાર કોઈ અજાણ્યું શખ્સ દરવાજો ખખડાવિ ડેલી આગળ સળગેલી અગરબત્તી મુકી જતું હોય

ત્યારે ગત રોજ પણ કોઈએ ડેલી ખખડાવતા બહાર જોઈ તપાસ કરતાં કોઈ અજાણી મહીલા ઉભી હતી.જેને દરવાજો ખખડાવી ડેલી આગળ સળગેલી અગરબત્તી મુકી જતુ હોય ત્યારે ગત રોજ પણ કોઈએ ડેલી ખખડાવતા બહાર જોઈ તપાસ કરતાં કોઈ અજાણી મહીલા ઉભી હતી.જેને દરવાજો ખખડાવવાની ના પાડતાં ઉશ્કેરાઈ હતી અને મને ધકકો મારી ઢીકાપાટુનો મારમારતાં શરીરે ઈજા પહોંચતા સારવારમાં સીવીલે ખસેડાઈ હતી બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો અને મહીલાનું નિવેદન નોંધવા તજવિજ હાથ ધરી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement