સેન્ટ્રલ જેલમાં સાથી કેદી સાથે મસ્તી કરતા આશીષે દવાનો ઓવરડોઝ પીધો

22 September 2022 05:53 PM
Rajkot
  • સેન્ટ્રલ જેલમાં સાથી કેદી સાથે મસ્તી કરતા આશીષે દવાનો ઓવરડોઝ પીધો

સાથી કેદીએ વધુ દવા કોણ પી જાય તેવું કહેતા એટ્રોસીટીના ગુનામાં આરોપી આશીષે સૌથી વધુ ટીકડી પી લેતા સારવારમાં ખસેડવો પડયો

રાજકોટ તા.22 : સેન્ટ્રલ જેલમાં સાથી કેદીએ વધુ દવા કોણ પી જાય તેવું કહેતાં એટ્રોસીટીના ગુનાનો આરોપી આશીષ મારડીયાએ સૌથી વધુ બિમારીની દવા પી લેતા બેભાન થઈ ગયો હતો અને સારવારમાં સીવીલે ખસેડવો પડયો હતો. બનાવ અંગેની વધુ વિગત અનુસાર, અહીંની સેન્ટ્રલ જેલમાં કેદી આશીષ દિનેશ મારડીયા (ઉ.વ.30) ગઈ તા.20ના સાંજે ચાર વાગ્યે બિમારીની દવાનો ઓવરડોઝ પી લેતા બેભાન થઈ ગયો હતો.

જે અંગે જેલના સ્ટાફને જાણ થતા તાત્કાલીક કેદીને સારવારમાં સીવીલે ખસેડાયો હતો. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી. વધુમાં પોલીસે જણાવ્યા અનુસાર, આશીષ મારડીયા વિરૂધ્ધ બે માસ પહેલા મહિલા પોલીસ મથકમાં એટ્રોસીટીની ફરીયાદ નોંધાયેલ હતી.

જે ગુનામાં પોલીસે તેને પકડી જેલ ભેગો કર્યો હતો. અને તેની સાથે બેરેકમાં હાર્દિકસિંહ અને ભીખો સહિતના કેદી રહેતા હતા. તા.20ના સાંજે ત્રણેય આરોપી મસ્તી કરતા હતા અને રમત રમતમાં બીમારીની દવા વધુ કોણ પી શકે તેવું કહેતા આશીષે વધુ પડતી દવા પી લેતા બેભાન થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, આરોપીની 23 તારીખના જામીન મંજુર થયા હતા. જે પહેલા જ બેભાન થઈ જતા સીવીલે ખસેડાયો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement