અકસ્માતમાં કારને થયેલ નુકસાનીનો ખર્ચ મેળવવા કરાયેલો ક્લેઇમ રદ

22 September 2022 05:54 PM
Rajkot Crime
  • અકસ્માતમાં કારને થયેલ નુકસાનીનો ખર્ચ મેળવવા કરાયેલો ક્લેઇમ રદ

રાજકોટ,તા.22 : શહેરમાં રહેતા ફરીયાદી અરવિંદભાઈ કાનજીભાઈ અને તેના પુત્ર હોન્ડા સીટી કાર નં.જી.જે.03.એચ.એ.1009 મા બેસી ચોટીલાથી રાજકોટ પરત આવી રહયા હતા ત્યારે, આગળ જતી ટ્રકે કુવાડવા જી.આઈ.ડી.સી. પાસે બ્રેક મારતા કાર પાછળથી ભટકાય જતા કારનો સંપૂર્ણ લોસ થઈ ગયેલો, અને કારની આઈ.ડી.વી. વેલ્યુ મુજબ કારની નુકશાનીના રૂ।.4.80 લાખ અને વ્યાજ - ખર્ચ સાથે મેળવવા રાજકોટ ગ્રાહક તકરાર મિશન સમક્ષ ફરીયાદ દાખલ કરી હતી. કમીશન સમક્ષ યુનાઈટેડ ઈન્ડીયા ઈન્સ્યુરન્સ કંપનીના સીનીયર એડવોકેટ પી.આર.દેસાઈએ રજુઆત કરેલી કે, ઘટના સ્થળ આસપાસના સીસીટીવી જોતા આવો કોઈ અકસ્માત થયાનું ધ્યાને ન આવેલ, જ્યારે અકસ્માત સ્થળથી 7 કિમિ દૂર રૂડાનગર પાસે આ કાર હતી ત્યાંથી ક્રેન મારફત ગેરેજમાં મુકાઈ હતી. જેથી ગ્રાહક કમિશનને પણ ગેર માર્ગે દોરતી ફરિયાદ છે. આ દલીલો ધ્યાને લઇ ફરીયાદીની હોન્ડા સીટી કારની નુકશાનીનો કલેઈમ રદ કરતો હુકમ કર્યો હતો. આ કેસમાં યુનાઈટેડ ઈન્ડીયા ઈન્સયુરન્સ કંપની વતી સિનિયર એડવોકેટ પી.આર.દેસાઈ, સુનીલ વાઢેર અને સંજય નાયક રોકાયેલા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement