ઘર પાસે રાખેલ બાઇક હટાવવાનું કહેતાં વૃધ્ધાને શખ્સે પાઈપથી ફટકાર્યા

22 September 2022 05:56 PM
Rajkot Crime
  • ઘર પાસે રાખેલ બાઇક હટાવવાનું કહેતાં વૃધ્ધાને શખ્સે પાઈપથી ફટકાર્યા

કોઠારીયા રોડ પરના બાલાજી પાર્કનો બનાવ: પુત્રને મારવા જતા વચ્ચે પડેલા પ્રભાબેન રાઠોડ પર હુમલો કરી જય દુદુકિયા નાસી છૂટ્યો: ઇજાગ્રસ્ત સારવારમાં: ફરિયાદ નોંધાઈ

રાજકોટ. તા.22
કોઠારીયા મેઈન રોડ પર આવેલ બાલાજી પાર્કમાં ઘર પાસે રાખેલ બાઇક હટાવવાનું કહેતાં પ્રભાબેન નામના વૃધ્ધા પર જય દુદકીય નામના શખ્સે લોખંડના પાઈપથી હુમલો કરતાં હાથ ભાંગી નાંખ્યો હતો. જે અંગે આજીડેમ પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી.

બનાવ અંગે ફરિયાદી પ્રભાબેન ડાયાભાઇ રાઠોડ (ઉ.વ.60) (રહે.કોઠારીયા મેઇન રોડ શણગાર હોલ પાછળ બાલાજી પાર્ક શેરી નં.3) જણાવ્યું હતું કે, હુ ઉપર બતાવેલ સરનામે મારા પરીવાર સાથે રહુ છુ, મારા પતીનું ચાલીસ વર્ષ પહેલા મોત થયેલ છે. મારે સંતાનમાં એક પુત્ર છે જે માનસિક બીમાર છે જેની સારવાર ચાલુ છે અને હું રસોડા કરી ગુજરાન ચાલવું છું. ગત રોજ સવારના હું તથા મારો પુત્ર અને પુત્રવધુ ઘરે હાજર હતા ત્યારે અમારા ઘર સામે રહેતા જય ભરતભાઇ દુદકીયા તેનુ બાઇક અમારા ઘરની સામે રાખેલ હોય જેથી મારો પુત્રએ તેને બાઇક ઘર સામે ન રાખવા કહેતાં બન્ને વચ્ચે બોલાચાલી ઝગડો થતા હું પણ બહાર શેરીમા ગયેલ

જ્યાં જય ગાળો બોલતો હોય જેથી મે ગાળો બોલવાની ના પાડતાં મારા પુત્ર સાથે ઝપાઝપી કરવા લાગેલ અને હું વચ્ચે છોડાવતા પડતા આરોપી તેના ઘરમાથી પાઇપ લઇ આવી મારા પુત્રને મારવા જતા મે વચ્ચે પડતા મને હાથમાં પાઇપનો ધા મારી દીધેલ અને માણસો ભેગા થઇ જતા આરોપી નાસી છૂટ્યો હતો.અને બાદમાં મને સારવારમાં ખસેડાઇ હતી. જે અંગે ફરિયાદ પરથી આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ એ.સી.સિંધવ અને સ્ટાફે હુમલાખોરની શોધખોળ આદરી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement