રબારી સમાજના ધર્મગુરૂના ગાદી સ્થાન વાળીનાથ મહાદેવ મંદિરના વિકાસ અને જિર્ણોધ્ધાર માટે રૂ.5.32 કરોડની ગ્રાન્ટ ફાળવતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

22 September 2022 06:05 PM
Government Gujarat
  • રબારી સમાજના ધર્મગુરૂના ગાદી સ્થાન વાળીનાથ મહાદેવ મંદિરના વિકાસ અને જિર્ણોધ્ધાર માટે રૂ.5.32 કરોડની ગ્રાન્ટ ફાળવતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

અહીં કંપાઉન્ડ વોલ, રોડ, યાત્રિ સુવિધા શેડ, શૌચાલય, પાર્કિંગ વ્યવસ્થા જેવી વિવિધ સુવિધાઓ વિકસાવવામાં આવશે

મહેસાણા:
રબારી સમાજના ધર્મગુરૂના ગાદી સ્થાન વાળીનાથ મહાદેવ મંદિરના વિકાસ અને જિર્ણોધ્ધાર માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે 5.32 કરોડની ગ્રાન્ટ ફાળવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મહેસાણા જિલ્લાના પ્રખ્યાત તરભના શ્રી વાળીનાથ મહાદેવ મંદિર લઈને મહત્વનો નિર્ણય કર્યો છે. શ્રી વાળીનાથ મહાદેવ મંદિરના વિકાસ અને જિર્ણોધ્ધાર માટે રૂ. ૫ કરોડ ૩ર લાખ ૧૬ હજારની ખાસ કિસ્સામાં ગ્રાંટની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. અહીં કંપાઉન્ડ વોલ, રોડ, યાત્રિ સુવિધા શેડ, શૌચાલય, પાર્કિંગ વ્યવસ્થા જેવી વિવિધ સુવિધાઓ વિકસાવવામાં આવશે. અંદાજે ૯૦૦ વર્ષ જૂનું શ્રી વાળીનાથ મહાદેવ મંદિર અખિલ ભારતીય રબારી સમાજના ધર્મગુરૂનું ગાદી સ્થાન પણ છે.


Related News

Loading...
Advertisement
Advertisement