ડ્રેસનું માપ લેવાના બહાને દરજી કામ કરતા શૈલેષે 13 વર્ષની સગીરાને અડપલા કર્યાં: ફરીયાદ

22 September 2022 06:10 PM
Rajkot Crime
  • ડ્રેસનું માપ લેવાના બહાને દરજી કામ કરતા શૈલેષે 13 વર્ષની સગીરાને અડપલા કર્યાં: ફરીયાદ

વિકૃતીએ હદ વટાવી: રેલનગર વિસ્તારની ઘટના : સગીરાએ માતાને રડતા રડતા કહયું, શૈલેષભાઇએ મને બે વાર અડપલા કર્યાં: માતાએ ફરીયાદમાં કહયું, આરોપીએ બીજું જે કર્યુ તે શબ્દોમાં વર્ણવી શકતી નથી

રાજકોટ,તા.22 : વિકૃત માનસ ધરાવતા લોકો હદ વટાવીને નાની નાની ફુલ જેવી માસુમ દિકરીઓને પણ તેના હવસનો શીકાર બનાવવાનો પ્રયત્ન કરતા હોય છે. તેવો જ કીસ્સો રેલનગર વિસ્તારમાં સામે આવ્યો છે. જેમાં દરજી કામ કરતા શૈલેષ નામના ઢગાએ તેની પડોશમાં જ રહેતી 13 વર્ષની તરૂણીને ઘરે ડ્રેસનું માપ લેવાના બહાને બોલાવીને શારીરિક અડપલા કરતા ચકચાર મચી ગઇ હતી. જે અંગેની પ્ર.નગર પોલીસ મથકે ફરીયાદ નોંધાતા પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. બનાવ અંગે ફરીયાદીએ જણાવ્યુ હતું કે,

હું મારા પરીવાર સાથે રેલનગર વિસ્તારમાં રહુ છું. મારા પતિ ગેરેજ કામ કરે છે. અને મારે સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. ગત રોજ સાંજે 4 વાગે મારાપતિ ગેરેજ ગયા બાદ હું મારા સંતાનો સાથે ઘરે હતી ત્યારે અમારી પડોશમાં રહેતા બહેન ઘરે આવ્યા હતા અને કહયું કે તમારી પુત્રીને પડોશમાં દરજીની દુકાન ધરાવતા શૈલેષ ભલગામડીયાએ તેના ઘરે ડ્રેસનું માપ લેવા માટે બોલાવી છે. જેથી મારી 13 વર્ષની મોટી પુત્રી દરજીના ઘરે માપ દેવા ગયેલ હતી. જે મોડે સુધી ઘરે પરત ન આવતા હું તેની પાછળ શૈલેષના ઘરે જતી હતી ત્યારે રસ્તામાં મારી પુત્રી મળેલ અને તે ખુબ હેબતાય ગયેલ હતી. અને મને રોતા રોતા જણાવેલ કે,

શૈલેષએ મારા ડ્રેસનું માપ લેતા લેતા મારી છાતીમાં હાથ નાખવા લાગેલ જેને મેં કહયું કે, તમે શું કરો છો તો તેમને શાંતીથી ઉભી રહે તેમ કહી બિજીવાર છાતીમાં હાથ નાખવા લાગેલ જેથી હું ત્યાંથી ભાગીને આવતી રહેલ જે બાદ ફરીયાદી શૈલેષના ઘરે ગયેલ અને મે તેમને વારંવાર શું કામે મારી પુત્રીને માપ લેવા બોલાવો છો તેમ કહેતા શૈલષ ઘરની અંદર રૂમમાં ચાલ્યો ગયો હતો, બાદમાં મારી પુત્રીએ જે મને વાત કરેલ તે હું વર્ણવી શકુ તેમ ન હોઇ જેથી મારા પતિને જાણ કરી શૈલેષ વિરુદ્ધ ફરીયાદ નોંધાવેલ હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી પ્ર.નગર પોલીસ મથક આરોપી શૈલેષ વિરુદ્ધ ગુનો નોંધી પીએસઆઇ સહીતના સ્ટાફે આરોપીની શોધખોળ આદરી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement