જુનાગઢ જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી અનુસંધાને નોડલ અધિકારીઓની નિમણુંક

23 September 2022 10:23 AM
Junagadh
  • જુનાગઢ જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી અનુસંધાને નોડલ અધિકારીઓની નિમણુંક

જુનાગઢ તા.23
જુનાગઢ જિલ્લામાં આગામી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણીની પૂર્વ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ સંદર્ભે ચૂંટણીની કામગીરી માટષ 18 નોડલ અધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે. જેની ગઈકાલે કલેકટર રચિતરાજના અધ્યક્ષતામાં બેઠક મળી હતી.

જુનાગઢ જિલ્લામાં આગામી વિધાનસભાની ચુંટણીની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે જિલ્લાની 5 વિધાનસભા બેઠકો માટે કુલ 18 નોડલ અધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે. ગઈકાલે કલેકટર રચિતરાજે સબંધીત અધિકારીઓને તેમની ફરજ અને જવાબદારી પ્રત્યે સૂચનાઓ આપી હતી. આ સાથે તેમણે ચુંટણીની કામગીરી ગંભીરતા અને જવાબદારી પૂર્વક નિભાવવા માટે પૂર્વ તૈયારીઓ કરી લેવા તેમજ રેડી રેફરન્સ તૈયારી રાખવાની સૂચનાઓ આપી હતી.


Advertisement
Advertisement
Advertisement