વિસાવદરના જાંબુડી ગામે બન્ને માનવભક્ષી દીપડા પાંજરે પુરાતા વિસ્તારના લોકોએ લીધો રાહતનો શ્વાસ

23 September 2022 10:25 AM
Junagadh
  • વિસાવદરના જાંબુડી ગામે  બન્ને માનવભક્ષી દીપડા પાંજરે પુરાતા વિસ્તારના લોકોએ લીધો રાહતનો શ્વાસ

વિસાવદર, તા.23
થોડાક દિવસ પહેલા વિસાવદર તાલુકા ના જાબુડી ગામ પાસે આવેલ કોઢિયા કેન્દ્ર માં પ્રૌઢ ને પ્રોઢા બે માનવ ભક્ષી દીપડા દ્વારા રાત્રી ના હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં, રાજુભાઈ ચોગલે નામ ના પ્રૌઢ નું મોત થયું હતું જયારે જશુબેન ચોગલે નામ ના પ્રૌઢા ને ગંભીર ઇજા ને કારણે પહેલા વિસાવદર સરકારી હોસ્પિટલ માં અને પછી વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યા હતા.

જયારે મોડી રાત્રે દીપડા ના હુમલામાં ધવાયેલોની ચીસો સાંભળી આજુબાજુ ના લોકો ભેગા થઈ ગયા હતા અને પથ્થર મારો કરી બંને દીપડાઓ ને ભગાડીયા હતાજ્યારે આ બનાવ થી સમગ્ર વિસ્તારમાં ભય ફેલાયો હતો અને વનવિભાગ દ્વારા દીપડાઓ પકડવા માટે તે વિસ્તારમાં અલગ અલગ પાંજરા મુકવામા આવ્યો હતા.

જેમાં પહેલા એક માનવભક્ષી દિપડો પાંજરે પુરાયો હતો અને ત્યારબાદ બીજા દિવસે એક માનવભક્ષી દીપડી પાંજરે પુરાય હતી આ બન્ને તેજ માનવભક્ષી દીપડાઓ છે, કે બીજા તે માટે તેને સાસણ એનિમલકેર સેન્ટર ખાતે મોકલી દેવા માં આવ્યા હતા જ્યાં તેની તપાસ કર્યા પછી જો આજ બન્ને માનવભક્ષી દીપડા હશે તો તે ને આજીવન કેદ કરવમાં આવશેબે-બે દીપડાઓ પાંજરે પુરાતા વિસ્તારમા રહેતા લોકો માં થોડીક રાહત જોવા મળી છે.


Advertisement
Advertisement
Advertisement