વંથલીમાં ચીફ ઓફીસરને ગાળો ભાંડી પાલિકાને તાળા મારી દેવા સદસ્યની ધમકી

23 September 2022 11:18 AM
Junagadh Crime Saurashtra
  • વંથલીમાં ચીફ ઓફીસરને ગાળો ભાંડી પાલિકાને તાળા મારી દેવા સદસ્યની ધમકી

સુચના મુજબ કામગીરી નહીં થતા ઉશ્કેરાયેલા સદસ્યનો પિત્તો છટકયો: ફરજમાં રૂકાવટની ફરિયાદ

જુનાગઢ તા.23 : વંથલી નગરપાલિકાના ચીફ ઓફીસરને નગર પાલિકાના સદસ્યએ પોતાની સલાહ મુજબ કામ કરવાનું કહેતા નગર સેવકનો પિત્તો છટકી જતા ચાલુ ફરજમાં ભુંડી ગાળો ભાંડી નગરપાલિકાને તાળુ મારી દેવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવી છે.

મુળ ગાંધીનગર ટીપી-9 સરગાસણ બંગલા નં.25માં રહેતા હાલ સરકીટ હાઉસ ટીલારામ ગેસ્ટ હાઉસમાં રહેતા વિપ્ર મયુરભાઈ વસંતરાય જોષી (ઉ.46) ગત તા.12-9-2022ના બપોરના 3 કલાકે તેમની ઓફીસમાં ફરજ પર હતા ત્યારે વંથલી નગરપાલિકાના સદસ્ય સીરાજ હારુન વાજા ઓફીસમાં આવી ચીફ ઓફીસર મયુરભાઈ જોષીને પોતાની સલાહ મુજબ સૂચના પ્રમાણે કામગીરી કરવાનું કહેતા ચીફ ઓફીસર જોષીએ સરકારના નિયમ પ્રમાણે કામગીરી કરવામાં આવે છે

તેમ જણાવતા સભ્ય સીરાજ હારુન વાજા ઉશ્કેરાઈ જઈ ભુંડી ગાળો ભાંડી પોતાની સૂચના મુજબ કામગીરી કરવાનું દબાણ કરેલ. જો તેમ નહીં કરે તો નગરપાલિકા વંથલીને તાળા મારી દેવાની ધમકી આપી કાયદેસરની ફરજમાં રૂકાવટ ઉભી કર્યાની વંથલી પોલીસમાં ફરીયાદ નોંધાવતા વંથલી પીએસ્રઆઈ વી.કે. ઉંજીયાએ તપાસ હાથ ધરી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement