કોંગ્રેસ પ્રમુખપદની ચૂંટણી લડવા ગેહલોત તૈયાર: હવે રાજસ્થાનના નવા મુખ્યમંત્રી પદ માટે સ્પર્ધા સર્જાશે

23 September 2022 11:28 AM
Gujarat India Politics
  • કોંગ્રેસ પ્રમુખપદની ચૂંટણી લડવા ગેહલોત તૈયાર: હવે રાજસ્થાનના નવા મુખ્યમંત્રી પદ માટે સ્પર્ધા સર્જાશે

► ગુજરાતની ચૂંટણી પુર્વે જ કોંગ્રેસના રાષ્ટ્રીય સ્તરે નવા સમીકરણ

► ગેહલોતના ખાસ નજીક ગણાતા વિધાનસભા અધ્યક્ષ સી.પી.જોષી ફેવરીટ: સચીન પાઈલોટ ‘વચન’ આગળ ધરશે

નવી દિલ્હી: કોંગ્રેસના નવા રાષ્ટ્રીય પ્રમુખ ગાંધી કુટુંબ બહારના વ્યક્તિ હશે તે નિશ્ચિત થયું છે. રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી અશોક ગેહલોત- કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડશે અને સૌથી વધુ મહત્વનું પક્ષમાં એક વ્યક્તિ- એક હોદ્દાના સિદ્ધાંત મુજબ તેઓ રાજસ્થાનનું મુખ્યમંત્રીપદ છોડશે જેના કારણે હવે કોંગ્રેસ અધ્યક્ષપદ કરતા રાજસ્થાનના નવા મુખ્યમંત્રી કોણ તે પ્રશ્ર્ન પૂછાવા લાગ્યો છે.

કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતે કોંગ્રેસનું નેતૃત્વ સંભાળવા ઈન્કાર કરતા બાદમાં ગાંધી કુટુંબના વફાદારમાં અશોક ગેહલોત પક્ષના નવા રાષ્ટ્રીય પ્રમુખપદ માટે ફેવરીટ બની ગયા છે તો કોંગ્રેસના અસંતુષ્ટ જુથ દ્વારા ગેહલોટ સામે ઉમેદવારી કરવામાં આવે છે કે કેમ તેના પર સૌની નજર છે. શ્રી ગેહલોત આગામી એક-બે દિવસમાં પોતાનું ઉમેદવારી પત્રક ભરશે અને માનવામાં આવે છે કે તેઓએ આગામી મહિને તા.18ના રોજ નવા અધ્યક્ષ તરીકે પોતાનું જવાબદારી સંભાળશે અને હવે રાજસ્થાનના નવા મુખ્યમંત્રી તરીકેની હરીફાઈ તેજ બની છે.

શ્રી ગેહલોતે જાહેર કર્યુ કે નવા મુખ્યમંત્રીની પસંદગી પક્ષના કાર્યકારી વડા સોનિયા ગાંધી કરશે જેમાં પુર્વ કેન્દ્રીય મંત્રી તથા રાજસ્થાન વિધાનસભાના અધ્યક્ષ શ્રી સી.પી.જોષીનું નામ સૌથી આગળ છે અને સચીન પાઈલોટ લાંબા સમયથી મુખ્યમંત્રી પદ પર તેની દાવેદારી કરે છે તેથી કોંગ્રેસ મોવડીમંડળ સરળતાથી આ પ્રક્રિયા પુરી થાય તે જોવા માંગે છે.

આવતીકાલથી પ્રમુખપદની ચૂંટણી માટેની ઉમેદવારી નોંધાવવાનું શરૂ થશે જેમાં તા.30 સુધી ઉમેદવારી કરી શકાશે તથા તા.8 ઓકટો સુધી ઉમેદવારી પાછી ખેચી શકાશે અને જો ચૂંટણી થશે તો તા.17 ઓકટોબરના મતદાન અને તા.19 ઓકટોના પરિણામ જાહેર થશે.


Related News

Loading...
Advertisement
Advertisement