માંગરોળ બંદર વિસ્તારમાં દારૂના જુદા-જુદા બે દરોડા

23 September 2022 11:28 AM
Junagadh Crime Saurashtra
  • માંગરોળ બંદર વિસ્તારમાં દારૂના જુદા-જુદા બે દરોડા

અનુક્રમે રૂા. 3.80 લાખ અને 53 હજારનો દારૂ ઝડપાયો

માંગરોળ,તા.23
જુનાગઢ રેન્જનાં ઇન્ચાર્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક નીલેશ જાજડીયાની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર પ્રોહી-જુગારની બદી નેસ્તનાબુદ કરવા કડક હાથે કામ લેવાની ઝુંબેશ અન્વયે નાયબ પોલીસ અધિક્ષક ડી.વી. કોડીયાતર માંગરોળની હકીકત અન્વયે તથા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. આર.એસ. પટેલની સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક માંગરોળ વિભાગનો સ્ટાફ તથા માંગરોળ મરીન પોલીસનો સ્ટાફ દ્વારા અલગ અલગ બ્રાન્ડની દારુની બોટલ

તથા નાના ચપલા મળી કુલ 2210 બોટલ તથા 99 બીયરના ટીન પકડી કુલ 3,63,500 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ 3,80,000નો પરપ્રાંતીય ભારતીય બનાવટનો જથ્થો પકડી પાડી માંગરોળ મરીન પોલીસ સ્ટેશન ખાતે તેઓની સામે ધોરણસર કાર્યવાહી કરી ગુનો નોંધાયો છે. આ સાથે જયેશ ઉર્ફે મનુનો હિતેષ સ.ઓ. દેવજીભાઈ હોદાર ધંધો માછીમારી રહે. લાડવાવાવ વિસ્તાર માંગરોળ બંદરને ઝડપી લેવાયો હતો તથા નારણ ખાભલા રબારી રહે. શેરીયાજ મળી આવેલ ન હતા.

બીજા દરોડામાં માંગરોળ મરીન પોલીસનો સ્ટાફ પ્રોહી. અંગે રેઇડમાં હોય તે દરમ્યાન નાયબ પોલીસ અધિક્ષકને મળેલ હકીકત આધારે અલગઅલગ બ્રાન્ડની દારુની બોટલ નંગ 134 કુલ 53,600નો પરપ્રાંતીય ભારતીય બનાવટનો જથ્થો પકડી પાડી માંગરોળ મરીન પોલીસ સ્ટેશન ખાતે ધોરણસરની કાર્યવાહી કરી પ્રોહીબીશન ધારા મુજબ ગુનો રજી. કરવામાં આવેલ છે.


Related News

Advertisement
Advertisement
Advertisement