‘પોલીસ પ્રજાનો મિત્ર’ સૂત્રને ફરી એકવાર સાર્થક કરતી જૂનાગઢ પોલીસ

23 September 2022 11:29 AM
Junagadh Saurashtra
  • ‘પોલીસ પ્રજાનો મિત્ર’ સૂત્રને ફરી એકવાર સાર્થક કરતી જૂનાગઢ પોલીસ

જૂનાગઢ, તા.23 : તાજેતરમાં જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાની બદલી અમદાવાદ ખાતે થતા, એક અજાણ્યા નંબર (98255 15913) થી વોઇસ મેસેજ આવ્યો. વોઇસ મેસેજ માં સિનિયર સિટીઝન દ્વારા ડીવાયએસપીની બદલી બાબતે પોતાને દુ:ખ થયેલ છે, પોતે તેમના સારા કામથી પરિચિત છે, પોતે એકવાર મળવા આવેલ પણ મળી શકાયું નથી. પોતે અવારનવાર ખ્વાજા ગરીબ નવાઝના દર્શને જાય ત્યારે ડીવાયએસપી માટે દુઆ માંગે છે, પોતે ડીવાયએસપી જાડેજાને એસપી તરીકે જોવા માંગે છે, વિગેરે લાગણી સભર ભાષામાં જણાવેલ...

આ યાકુબ ચાચાનો વોઇસ મેસેજ આવ્યો હતો એટલે ડીવાયએસપી જાડેજાને એમ થયું કે, માણસને હું ઓળખતો નથી, એનું કામ પણ નથી કર્યું, છતાં મારા ઉપર લાગણી છે. મારા માટે ગરીબ નવાઝ માં પ્રાર્થના કરે. બદલી થી દુ:ખ થાય. જેને કાઈ લેવા દેવા નથી. એસપી તરીકે જોવા માંગે છે. એટલે આને મળવું પડે, જેથી તેઓએ યાકુબ ચાચા ને ફોન કરીને પોતે મળવા માંગે છે, તો યાકુબ ચાચા એ પોતે જ સાંજે ડીવાયએસપી ઓફીસ આવવાનું જણાવેલ હતું. સાંજના સમયે યાકુબભાઈ બ્લોચ રેલવે સ્ટેશન સામે, ડીવાયએસપી કચેરી પહોંચી ગયા. ડીવાયએસપી જાડેજા તથા સ્ટાફ દ્વારા તેઓને ચા પાણી પાઈને, લોકો જૂનાગઢમાંથી વિદાય લેતા ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાનું સન્માન કરતા હોય,

ત્યારે ડીવાયએસપી જાડેજા દ્વારા સામન્ય લાગણીશીલ માણસ યાકુબ ચાચા ને તેઓની જૂનાગઢ પોલીસની નિસ્વાર્થ લાગણી બાબત સાલ ઓઢાડી, સન્માન કરવામાં આવ્યું. ડીવાયએસપી કચેરી ખાતે આવેલ સામાન્ય અદના આદમી એવા સિનિયર સિટીઝન યાકુબ ચાચાને અનેરું માન મળતા, યાકુબ ચાચાએ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને આશીર્વાદ આપી, આભારની લાગણી વ્યક્ત કરી, ભાવવિભોર થયા હતા. ડીવાયએસપી જાડેજા દ્વારા પણ યાકુબ ચાચાને ભલે પોતાની બદલી થઈ ગઈ પણ કોઈ જરૂરિયાત હોય તો ગમે ત્યારે ફોન કરવા જણાવી, મદદ કરવા તત્પરતા બતાવી હતી...


Related News

Advertisement
Advertisement
Advertisement