વંથલીનાં કણઝાધારની તરૂણીનું બે માસ પૂર્વે અપહરણ: પોલિસ શોધવામાં નિષ્ફળ

23 September 2022 11:30 AM
Junagadh Saurashtra
  • વંથલીનાં કણઝાધારની તરૂણીનું બે માસ પૂર્વે અપહરણ: પોલિસ શોધવામાં નિષ્ફળ

તરૂણીને શોધવા વંથલી પોલીસ અને એસ.પી.ને હાઈકોર્ટની નોટીસ

જુનાગઢ તા.23 : વંથલીના કણઝા ધારની તરૂણીનું બે માસ પૂર્વે અપહરણ થયેલ ફરીયાદના બે માસ બાદ પણ વંથલી પોલીસે તરૂણીને શોધી ન શકતા તરૂણીના પિતાએ હાઈકોર્ટમાં હેબીયર્સ કોપર્સ દાખલ કરતા હાઈકોર્ટે વંથલી પોલીસ અને જુનાગઢ એસપીને નોટીસ ફટકારી તા.10-10-2022 સુધીમાં તરૂણીને હાઈકોર્ટમાં રજુ કરવા અને પોલીસને હાજર રહેવા હુકમ કર્યો છે.

ગત તા.19-7-22ના કણઝાધારેથી સાગર પુના સોલંકી નામનો શખ્સ અને બુધા સાગર સોલંકીની મદદથી અપહરણ કરી ગયેલ જેની ફરીયાદ બાદ પોલીસે ગંભીરતા ન લેતા બે દિવસ બાદ ફરીયાદ નોંધી હતી. લેખીત ફરીયાદમાં મદદગારીના નામ આપેલ હતા પરંતુ તે નામની બાદબાકી કરી નાખી હતી તેમજ બે માસથી તરૂણીને શોધવા પોલીસ નિષ્ફળ રહી છે. જેથી તરૂણીના પિતાએ હાઈકોર્ટમાં ધા નાખતા હાઈકોર્ટે વંથલી પોલીસ અને જુનાગઢ એસ.પી.ને નોટીસ ફટકારી તરૂણીને શોધી કોર્ટમાં તા.10/10/2022ના રજુ કરવા અને પોલીસને હાજર રહેવા હુકમ કર્યો છે.


Related News

Advertisement
Advertisement
Advertisement