કેશોદમાં દૂધની ડેરીનો ડેલો તોડી 10 કેનને 22 હજારનું નુકશાન

23 September 2022 11:37 AM
Junagadh Saurashtra
  • કેશોદમાં દૂધની ડેરીનો ડેલો તોડી 10 કેનને 22 હજારનું નુકશાન

10 અજાણ્યા શખ્સો સામે પોલીસમાં ફરિયાદ

જુનાગઢ તા.23 : કેશોદમાં માંગરોળ રોડ પર આવેલ માહી દૂધની ડેરીના ડેલાને તોડી તાળું-સાંકળ તોડી નાખી ડેરીમાં પડેલા દૂધના 10 કેનમાં દૂધ લીટર 400 કીંમત રૂા.22,500ની નુકશાની કર્યાની 8થી 10 અજાણ્યા ટોળા સામે ફરીયાદ નોંધાઈ છે. ફરીયાદી રામભાઈ લક્ષ્મણભાઈ કેશવાલા (ઉ.62) રે. કેશોદ- માંગરોળ રોડ ગોપાલનગર વિસ્તાર વાળાની માહી દૂધની ડેરી માંગરોળ રોડ શીવાલીક ફર્નીચરના શો રૂમ પાસે આવેલ હોય ગત તા.21-9-2022ની રાત્રીના 8-45 કલાકે ત્રણ મોસા અને એક રીક્ષામાં 8થી 10 અજાણ્યા માણસોના ટોળાએ આવી ગે.કા. મંડળી રચી માહી ડેરીના ડેલાને તોડી ડેલાનું તાળુ સાંકળ તોડી નાખી ડેરીના ગૃહમાં પ્રવેશી ડેરીના ચાલુ કામકાજમાં માલધારી સમાજના આંદોલનના કારણે દૂધ ભરેલા 10 કેન દૂધ લી.400 કીંમત રૂા.22,500 સહિત કુલ રૂા.22,600ની નુકશાની કર્યાની ટોળા સામે રામભાઈ લક્ષ્મણભાઈએ ફરીયાદ નોંધાવતા પીએસઆઈએ તપાસ હાથ ધરી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement