ઈંગ્લેન્ડના સૂપડા સાફ કરી ઝૂલનને વિદાય આપવા મેદાને ઉતરશે વિમેન્સ ટીમ ઈન્ડિયા

23 September 2022 11:47 AM
Sports
  • ઈંગ્લેન્ડના સૂપડા સાફ કરી ઝૂલનને વિદાય આપવા મેદાને ઉતરશે વિમેન્સ ટીમ ઈન્ડિયા

લોર્ડસમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી વન-ડે: ટીમ ઈન્ડિયાએ 2-0થી શ્રેણી જીતી લીધી છે

નવીદિલ્હી, તા.23 : ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે કહ્યું કે ઈંગ્લેન્ડમાં 23 વર્ષ બાદ વન-ડે શ્રેણી જીતીને હવે ટીમ ફાસ્ટ બોલર ઝૂલન ગોસ્વામીને લોર્ડસમાં ત્રીજી વન-ડેમાં શાનદાર વિદાય આપવા માટે તૈયાર છે. કેપ્ટનનું માનવું છે કે શ્રેણીમાં ક્લિન સ્વિપ તેમના માટે યાદગાર વિદાય હશે. ઈંગ્લેન્ડના હાલના પ્રવાસ બાદ 39 વર્ષીય ઝૂલન ગોસ્વામી બે દશકાના પોતાના કરિયરને અલવિદા કહી દેશે. ભારતે બીજી વન-ડેમાં ઈંગ્લેન્ડને 88 રને હરાવીને 23 વર્ષ બાદ તેની ધરતી ઉપર વન-ડે શ્રેણી જીતી હતી.

હરમનપ્રિતે મેચ બાદ કહ્યું કે લોર્ડસમાં અંતિમ મેચ અત્યંત મહત્ત્વપૂર્ણ હશે કેમ કે ત્યારપછી ઝૂલન સંન્યાસ લઈ લેશે. અમે કોઈ પણ પ્રકારના દબાણ વગર આ મેચનો આનંદ લેવા માંગીએ છીએ. મને ખુશી છે કે અમે બીજી વન-ડે જીતવામાં સફળ રહ્યા છીએ. ભારતીય કેપ્ટને કહ્યું કે ઝૂલન ગોસ્વામી તમામ ખેલાડીઓ માટે પ્રેરણાસ્ત્રોત રહી છે. આજે તેની અંતિમ મેચ છે એટલા માટે અમે બધા જ ભાવુક છીએ. ઝુલન એક એવી ખેલાડી છે જેણે અમને ઘણું બધું શીખવ્યું છે. જ્યારે મે ડેબ્યુ કર્યું ત્યારે તે કેપ્ટન હતી અને મેં તેની પાસેથી ઘણી જ શીખ્યું છે.


Related News

Advertisement
Advertisement
Advertisement