માંગરોળના યુવાને પાંચ મીનીટમાં 4500 મેળવવાની લાલચમાં 1.78 લાખ ગુમાવ્યા

23 September 2022 12:23 PM
Junagadh
  • માંગરોળના યુવાને પાંચ મીનીટમાં 4500 મેળવવાની લાલચમાં 1.78 લાખ ગુમાવ્યા

ક્રેડિટ કાર્ડનાં અને ઓટીપી નંબર મેળવી નાણા ટ્રાન્સફર કરી લેવાયા

જુનાગઢ, તા.23
માંગરોળમાં એક લેબર કોન્ટ્રાકટર યુવાનને 5 મીનીટમાં ક્રેડીટ કાર્ડ મારફત રૂા. 4500 મેળવવાની લાલચ આપી એક હિન્દીભાષી શખ્સે ફોન ઉપર પોતાના મોબાઇલમાં આવેલ ઓટીપીના નંબર આપી દેતા તેના બેન્કના ખાતામાંથી 1.78 લાખ રૂપિયા ઉપાડી ગયાની ફરીયાદ નોંધાઇ છે.

માંગરોળ તિરૂપતિનગરમાં રહેતા અને આર.કે.આઇસ ફેકટરીમાં લેબર કોન્ટ્રાકટર તરીકે કામ કરતા જગદીશ મુળુભાઇ (ઉ.વ.40)ને હિન્દીભાષીનો ફોન આવેલ અને એકસીસ બેંકના કર્મચારી તરીકે ઓળખ આપી હતી જગદીશભાઇ એકસીસ બેન્કના બે ક્રેડીટ કાર્ડ ધરાવે છે તે અંગે આ હિન્દીભાષી શખ્સે જગદીશને જણાવેલ કે તમારા કાર્ડમાં 4500ના રિવર્સ પોઇન્ટની ઓફર છે.

ત્યારે જગદીશભાઇએ રૂબરૂમાં લઇ લેવાની વાત કરતા તે શખ્સે લાલચ આપી હતી કે 5 મીનીટમાં મોબાઇલમાંથી પ્રોસેસ કરવાથી સીધા તમારા બેન્કના ખાતામાં જમા થઇ જશે જે લાલચમાં જગદીશભાઇએ હા પાડતા શખ્સે કહ્યા મુજબ ક્રેડીટ કાર્ડનો નંબર આપતા મોબાઇલમાં ઓટીપી નંબર આપી દીધેલ થોડીવારમાં ત્રણ અલગ અલગ ખાતામાંથી રૂા. 2,33,588 રૂપિયા ટ્રાન્સફર કરવાનો મેસેજ આવતા છેતરપીંડી થયેલ હોવાનું ભાન થતા તાત્કાલીક સાઇબર ટોલ ફ્રીમાં ઓનલાઇન ફરિયાદ નોંધાવતા ક્રેડીટ કાર્ડમાં કપાયેલ રૂપિયામાંથી 46,147ની રકમ રીફંડ થયેલ પરંતુ બાકીના રૂા. 1.87 લાખની ઠગાઇ મામલે જુનાગઢ સાઇબર સેલ પોલીસે તપાસ હાથ ધરી છે.


Advertisement
Advertisement
Advertisement