જુનાગઢમાં પોલીસે મુકબધીર મહિલાનું સાઇન લેંગ્વેજથી કાઉન્સેલીંગ કરીને ગુન્હો દાખલ કર્યો

23 September 2022 12:26 PM
Junagadh
  • જુનાગઢમાં પોલીસે મુકબધીર મહિલાનું સાઇન લેંગ્વેજથી કાઉન્સેલીંગ કરીને ગુન્હો દાખલ કર્યો

પરિણીતાએ અગ્નિસ્નાન કરી લેતા પાડોશીઓએ બચાવી લીધી

જુનાગઢ, તા. 23
જુનાગઢમાં પ્રથમ વખત પોલીસે એક મુકબધીર મહિલાનું સાઇન લેંગ્વેજથી કાઉન્સેલીંગ કરી તેણીના પતિ, સાસુ, નણંદ સામે ગુન્હો દાખલ કયો છે. 5ોલીસ ફરીયાદમાં જુનાગઢના ખડીયા ગામે પ્રવિણાબેન જીતેન્દ્ર હમીર જોગલ (ઉ.વ.4ર) સાસરીયે હોય જેઓ બહેરા મુંગા હોય તેઓના ખડિયા ગામે રહેતા જીતેન્દ્ર હમીર જોગલ સાથે રર ફેબ્રુઆરી 2015માં લગ્ન થયેલ હોય લગ્નના બે વર્ષ બાદ દિકરાનો જન્મ થયેલ બાદ પતિ જીતેન્દ્ર હમીર, સાસુ હેમીબેન હમીર જોગલ, નણંદ રંજનબેન ગોવિંદ રાવલીયા અને નણદોયા ગોવિંદ લક્ષ્મણ રાવલીયા રે. તમામ ખડીયાવાળા દ્વારા અવારનવાર શારીરિક માનસિક દુ:ખ ત્રાસ આપતા હતા. તેમના ભાઇ અને પિતાને મારી નાખવાની ધમકીઓ આપી પિતા પાસેથી પૈસાની માંગણી કરતા પિતાએ તમામ ઘરવખરી, મકાન લઇ આપેલ છતાં પતિ-નણંદોયાએ મારપીટ કરતા હોય, જેના ત્રાસથી પ્રવિણાબેન એક વખત ઘર છોડીને જતા રહેલ બાદ તેના ભાઇએ શોધીને ઘરે લઇ આવેલ એક વખત પ્રવિણાબેન જોગે શરીરે કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરેલ ત્યારે પડોશીઓ બચાવી લીધેલ.

આ બાબતે પ્રવિણાબેન મહિલા પોલીસમાં અરજી કરતા પોલીસે બહેરા મુંગા સરકારી શાળાના અધિકારીને સાથે રાખી સાઇન લેંગ્વેજથી કાન્ઉસેલીંગ કરી પતિ, સાસુ, નણંદ, નણદોયા સામે ગુનો દાખલ કર્યો છે.


Advertisement
Advertisement
Advertisement