હરિહર ચોકમાં બેફામ કાર ચલાવનાર ડિસમિસ પોલીસમેન હોવાનું ખુલ્યું, યુવરાજ ગંભીર ગુનામાં પણ સંડોવાયેલો

23 September 2022 12:48 PM
Rajkot Saurashtra
  • હરિહર ચોકમાં બેફામ કાર ચલાવનાર ડિસમિસ પોલીસમેન હોવાનું ખુલ્યું, યુવરાજ ગંભીર ગુનામાં પણ સંડોવાયેલો
  • હરિહર ચોકમાં બેફામ કાર ચલાવનાર ડિસમિસ પોલીસમેન હોવાનું ખુલ્યું, યુવરાજ ગંભીર ગુનામાં પણ સંડોવાયેલો
  • હરિહર ચોકમાં બેફામ કાર ચલાવનાર ડિસમિસ પોલીસમેન હોવાનું ખુલ્યું, યુવરાજ ગંભીર ગુનામાં પણ સંડોવાયેલો
  • હરિહર ચોકમાં બેફામ કાર ચલાવનાર ડિસમિસ પોલીસમેન હોવાનું ખુલ્યું, યુવરાજ ગંભીર ગુનામાં પણ સંડોવાયેલો
  • હરિહર ચોકમાં બેફામ કાર ચલાવનાર ડિસમિસ પોલીસમેન હોવાનું ખુલ્યું, યુવરાજ ગંભીર ગુનામાં પણ સંડોવાયેલો

► ધબકારો ચુકવી દેતા ઘટનાના સીસીટીવી ફુટેજ વાયરલ, લોખંડનો થાંભલો ઉખેડી 10 ફુટ જેટલા અંતર સુધી ઢસડયો, ચાલક યુવરાજ ગોવાળીયાને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલે ખસેડાયો : બાળકને ફ્રેકચર

► પાંચ સ્કુટર-બાઇકનો કચ્ચરઘાણ વળી ગયો, અંદાજે 3.50 લાખનું નુકસાન કર્યાની ફરિયાદ : બીલખાના યુવરાજ ગોવાળીયાને ગંભીર ઇજા થઇ હોવાથી સીનર્જી હોસ્પિટલમાં દાખલ : હત્યા, હત્યા પ્રયાસ, જમીન ખાલી કરાવવા ધાકધમકી, સહિતના ગુનામાં નામ ખુલી ચુક્યા છે

રાજકોટ, તા.23 : રાજકોટના હરિહર ચોક જેવા ધમધમતા વિસ્તારમાં ગઇકાલે સાંજે ચારેક વાગ્યા આસપાસ એક એન્ડેવર કારના ચાલકે બેફામ ડ્રાઇવીંગ કરી પુરપાટ ઝડપે પોતાની કાર ચલાવી ધડાકાભેર વીજ પોલ સાથે અથડાવી લોખંડનો થાંભલો 10 ફુટ ઢસડી ગંભીર અકસ્માત સર્જયો હતો. આ ઘટનામાં એક બાળકને ફ્રેકચર જેવી ઇજા થઇ છે અને અકસ્માત સર્જનાર કારના ચાલક યુવરાજ અશોકભાઇ ગોવાળીયા (રહે. બીલખા)ને પણ ઇજા થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાના પગલે લોકોના ટોળા એકત્ર થયા હતા. અકસ્માત થયો હોય તેવો ધડાકા જેવો અવાજ થતા બિલ્ડીંગોમાંથી લોકો બહાર દોડી આવ્યા હતા.બનાવના પગલે પોલીસ, ફાયર બ્રિગેડની ટીમ દોડી ગયેલ થાંભલો ઉખડી ગયો હતો. પાંચેક સ્કુટર-બાઇકનો કચ્ચરઘાણ વાળી નાખ્યો હતો.

વીજ પુરવઠો ખોરવાતા પીજીવીસીએલ ટીમ પણ દોડી ગઇ હતી. એ ડીવીઝન પોલીસ મથકે સમગ્ર મામલે યુવરાજ સામે ગુનો નોંધાયો છે. અહીં સદર બજાર પાસે, હરિહર ચોકમાં જે બિલ્ડીંગ પાસે અકસ્માત થયો તે અર્હમ ફાયનાન્સીયલ સેન્ટરમાં આવેલી એએનએસ પ્રા.લીમાં ઓફીસ આસીસ્ટન્ટ તરીકે નોકરી કરતા હરીઓમભાઇ ચંદુભાઇ ચંચલ (લોહાણા) (ઉ.વ. 34, રહે. પરા બજાર ભીડભંજન શેરી)એ ફરિયાદમાં જણાવેલ કે, ગઈકાલે પોણા ચારેક વાગ્યાના અરસામાં હું મારી ઓફીસ ખાતે હાજર હતો ત્યારે અચાનક ધડાકા સાથે ખુબ જ મોટો અવાજ આવતા ઓફીસના તમામ માણસો બહાર બહાર નીકળીને જોતા એક ફોર્ડ એન્ડઓવર ફોરવ્હીલ કાર અમારા સેન્ટરની દીવાલ સાથે અથડાઇને ઉભેલ જોવામાં આવેલ હોય જેથી અમો બધા નીચે આવીને જોતા આ ફોર્ડ એન્ડઓવર ટાઇટેનીયમ ફોરવ્હીલ કાર નં- જીજે - 25 - એએ -9801 વાળીના ચાલકે બેહદ ફુલ સ્પીડમાં ગાડી ચલાવી આવી

અને અમારા અર્હમ ફાયનાન્સીયલ સેન્ટરની સામે આવેલ ઇલેકટ્રીસીટીનો જી.ઇ.બી.નો લોખંડનો થાંભલા સાથે અથડાઇને થાંભલાને મૂળમાંથી ઉખેડી નાખી આ લાઇટના થાંભલા સહીતની કાર અમારા કોમ્પલેક્ષની દીવાલ સાથે અથડાયેલ હોય અને આ કારે અમારી ઓફીસમાં કામ કરતા માણસોના તથા મારા બાઈક કે જે આ દીવાલ પાસે બહારની સાઇડમાં પાર્ક કરેલ હતા તે કુલ અલગ અલગ કંપનીના કુલ પાંચ મોટર સાયકલો ઉપર ચડી ગયેલ હતી. જે બાઈકોમાં મારુ અને અમારી ઓફીસમા કામ કરતા મોહીતભાઇ લલીતચંદ્ર દોશી, અમીતકુમાર વસંતરાય મહેતા, કૌશલભાઇ ભરતભાઇ ધોળકીયા, રિઝવાન હમીદભાઇ બ્લોચના બાઇક હતા. બાઈક ટોટલ લોસ હોય આશરે જેનુ નુકશાન રૂપીયા 2.50 લાખ જેટ લુ ગણાય. તેમજ આ જગ્યાએ આ અકસ્માતના કારણે લાઇટ જતી રહેતા

જી.ઇ.બી.ના અધીકારીઓ તથા સ્ટાફ આવેલ જેમા જીતેન્દ્રભાઇ ભટ્ટ નામના ડેપ્યુટી એન્જીનીયર ત્યા આવેલ અને તેઓ થાંભલા વિગેરેને કુલ રૂપીયા 1.50 લાખનું નુકશાન થયેલની વાત કરેલ. આ બનાવ બનેલ ત્યારે અમો તુરતજ બહાર આવેલ અને જોયુ તો એક ભાઇ ત્યા ગાડીમાંથી બહાર નીકળી બકવાસ કરતો હતો અને લથડીયા ખાતો અને તેને નાની મોટી ઇજા થયેલ હોય 108 મા સરકારી દવાખાને સારવારમાં લઇ ગયેલ હતા જે નશો કરેલ હોય તેવું જણાતું હતું. બાદમાં મને જાણવા મળેલ કે આ કાર અકસ્માતમાં પંચનાથ મેઇન રોડ ઉપર ચાલીને જતો એક છોકરો કે જેનું નામ નવાબ સમીરભાઇ બ્લોચ (ઉ.07 રહે. હરીહર ચોક પાસે ખાડામાં )ને કારે હડફેટે લીધેલ હોય અને તેને પણ પગમાં તથા શરીરે ઇજા થતા તેને સરકારી હોસ્પીટલમાં દાખલ કરેલ છે અને તેને જમણા પગમાં ફેકચર થયેલનુ જાણવા મળેલ છે.

ચાલક લડથડીયા ખાતો બકવાસ કરતો કારમાંથી ઉતર્યા : નશો કર્યો હતો
ફરિયાદમાં ફરિયાદીએ કહ્યું કે, કાર અકસ્માત વખતે કારમાંથી એક યુવાન નીચે ઉતર્યા અને તે લડથડીયા ખાતો હતો. બકવાસ પણ કરતો હતો અને તેણે નશો કર્યો હોવાનું જણાતું હતું. તેને પણ ઇજા પહોંચી હોય, લોકોએ 108 મારફત સારવારમાં ખસેડયો હતો.


Related News

Advertisement
Advertisement
Advertisement