ઊનાના દેલવાડા ગામે પંચાયતની મુલાકાતે હિમાચલ પ્રદેશની પંચાયત ટીમ આવી

23 September 2022 01:03 PM
Veraval Saurashtra
  • ઊનાના દેલવાડા ગામે પંચાયતની મુલાકાતે હિમાચલ પ્રદેશની પંચાયત ટીમ આવી

30 જેટલા અધિકારીઓ પદાધિકારીઓ દેલવાડા પહોચ્યા:કામગીરીથી પ્રભાવિત

ઊના.23 : ગુજરાત રાજ્યના પંચાયતી રાજની સુંદર કામગીરીનીથી પ્રભાવિત થઈને હિમાચલ પ્રદેશ સરકાર દ્વારા હિમાચલ પંચાયતી રાજના 30 અધિકારી અને પદાધિકારીઓની ટીમ ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવી હતી ગીર સોમનાથ જિલ્લામાં પંચાયત દ્વારા થતી કામગીરી અને શુદ્ધ વહીવટ અંગેની જાણકારી મેળવી ઊનાના દેલવાડા ગ્રામ પંચાયતની મુલાકાતે

આ ટીમ આવી પહોંચતા તેમનું સરપંચ પૂજાબેન વિજયભાઈ બાંભણીયા, ઉપસરપંચ સબીરસા બાનવા તેમજ ગામ પંચાયતના પ્રતિનિધિ અને વિવિધ સમાજના આગેવાનો દ્વારા મોમેન્ટો તેમજ ફુલહારથી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. હિમાચલ પ્રદેશના 16 જીલ્લા પ્રમુખ તેમજ પંચાયત સચીવ અને સરપંચો સાથેનું પ્રતિનીધી મંડળ દેલવાડા ગ્રામ પંચાયત દ્રારા ઓનલાઇન વિજળી, પાણી, કરવેરા વિવિધ યોજનાઓ દ્રારા લોકોને સહાયરૂપ બની શકાય છે. તેની કામગીરી જાતે નિહાળી હતી.

પંચાયતી રાજમાં સરપંચ અને મંત્રીના અધિકારોની જાણકારી મેળવી પંચાયતમાં થતી કામગીરીને બીરદાવામાં આવી હતી. અને ગુજરાત ગ્રામ પંચાયતનું કામ ઓનલાઇન સારૂ હોવાનું જણાવી ટીમના વડા મુકેશ ચંન્દ્રએ ગુજરાત રાજની પંચાયત કામગીરી હીમાચલ પ્રદેશમાં અમલવારી કરાય તેવી ત્યાની સરકારને જણાવાશે. તેવું જણાવેલ હતું. આ ઉપરાંત હિમાચલ પ્રદેશમાં પંચાયતી રાજમાં સરપંચ અને સભ્યને જે મહત્વ મળવુ જોઇએ તેવું મહત્વ ગુજરાત પંચાયત પ્રતિનીધીને મળવુ જોઇએ તેમ જણાવેલ હતું


Related News

Loading...
Advertisement
Advertisement