માંગરોળ બંદરની જેટીનાં કામમાં થયેલી ગેરરીતિ અંગે ‘આપ’ની કેન્દ્રીય મંત્રીને રજૂઆત

23 September 2022 01:08 PM
Junagadh
  • માંગરોળ બંદરની જેટીનાં કામમાં થયેલી ગેરરીતિ અંગે ‘આપ’ની કેન્દ્રીય મંત્રીને રજૂઆત

આવેદનપત્ર પાઠવી તટસ્થ અને ન્યાયિક તપાસ કરવા માંગણી

માંગરોળ, તા.23
સાગર પરીક્રમા યાત્રા અંતર્ગત માંગરોળ આવતા કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી પુરુષોત્તમ રૂપાલાને માંગરોળ બંદર પર 224 કરોડના ખર્ચે બની રહેલ જેટી ના કામમાં થયેલ ગેરરીતીની તપાસમાં ભીનું સંકેલવા થતાં પ્રયત્નો સામે આમ આદમી પાર્ટી માંગરોળ એકમના મહાવિર સિંહ ચુડાસમાએ આવેદનપત્ર પાઠવી તટસ્થ ન્યાયિક અને પારદર્શક તપાસ અને તેમાં જેની કથીત સંડોવણી હોવાનું ચર્ચાઈ છે

તેવા ભાજપના સ્થાનિક અગ્રણી, સાંસદ, કોન્ટ્રાક્ટ, મેરી ટાઈમ બોર્ડના જવાબદાર અધિકારીઓ, મત્સ્યોદ્યોગ કમિશ્નર,થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરતી કંપની સહિતનાઓની ઓળખ કરી તેમની સામે કાર્યવાહી કરવા આવેદનપત્રથી માંગ કરી છે. 2017ની બીજી ઓક્ટોબરે તત્કાલીન રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ ના હસ્તે 224 કરોડના ખર્ચે એક હજાર ફીસીગ બોટો ના પાર્કીગ સહિતની સુવિધા સાથે ગુજરાત સરકારે મંજૂર કરેલ જેટીના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યા બાદ જેટીના પ્રથમ તબકકા ના 114 કરોડના ખર્ચે તૈયાર થયેલ જેટીનુ લોકાર્પણ થાય

તે પહેલાં જેટી માં પાર્કીગ થનાર બોટો ને દરીયાના મોજાંથી બચાવવા તૈયાર કરાયેલી બ્રેકીગ વોટર વોલ માં ગાબડાં પડી ગયા બાદ તેની ઉપર બનાવાયેલ આરસીસી ના 1100 મીટરનો વોક વે પણ તુટી પડતાં નબળી કામગીરી થયાનુ બહાર આવતા આમ આદમી પાર્ટીના માંગરોળ એકમ દ્વારા આ કામ માં હલકી ગુણવત્તા વાળું મટીરિયલ વાપરી લાખોની હેરાફેરી કરવામાં આવી હોવાનું જણાવી આ કામમાં થયેલ ગેરરીતી અને ભ્રષ્ટાચાર બાબતે તપાસ હાથ ધરી સંડોવાયેલા સામે કાર્યવાહી કરવા માંગ કરતી ફરીયાદ ગત જૂલાઈ માસમાં મુખ્યમંત્રી સહિતનાને કરાઇ હતી.


Advertisement
Advertisement
Advertisement