વીરપુરમાં ડીસ્ટ્રીકટ બેંક અને સહકારી મંડળી દ્વારા ખેડૂત શિબીર યોજાઈ

23 September 2022 01:15 PM
Gondal Saurashtra
  • વીરપુરમાં ડીસ્ટ્રીકટ બેંક અને સહકારી મંડળી દ્વારા ખેડૂત શિબીર યોજાઈ
  • વીરપુરમાં ડીસ્ટ્રીકટ બેંક અને સહકારી મંડળી દ્વારા ખેડૂત શિબીર યોજાઈ

બેંકના ચેરમેન રાદડીયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ

(મનીષ ચાંદ્રાણી દ્વારા) વિરપુર,તા.23 : જગવિખ્યાત યાત્રાધામ વિરપુર ગામે રાજકોટ ડીસ્ટ્રીક્ટ કો.ઓપ. બેંક લી.તથા ધી ગુજરાત રાજ્ય સહકારી બેંક લી.ના સંયુક્ત ઉપક્રમે ખેડુત શીબીર તેમજ જેતપુર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંધ લી.તેથા વિરપુર જુથ સેવા સહકારી મંડળી લી.ની વાર્ષીક સાધારણ સભા યોજાય હતી જેમાં જીલ્લા બેંક તરફથી મંડળીઓને પ્રોત્સાહન ઈનામ રૂપે મોટર સાયકલ વિતરણ તેમજ અકસ્માતે અવસાન પામેલ સભાસદોના વારસદારોને અકસ્માત વિમાની રકમના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા,

આ ખેડૂત શિબિર કાર્યક્રમમાં જેતપુરના ધારાસભ્ય અને આર.ડી.સીબેન્કના ચેરમેનશ્રી જયેશભાઇ રાદડિયા તેમજ રાજકોટ દૂધ ડેરીના ચેરમેન અને વિરપુર ખેડૂત સેવા જૂથ સહકારી મંડળીના પ્રમુખ ગોરધનભાઈ ધામેલીયાએ વાર્ષિક અહેવાલ રજૂ કર્યા હતા તેમજ અકસ્માતે અવસાન પામેલ ખેડૂતોને ખેડૂત વીમા યોજના અંતર્ગત ખેડૂતોના વારસદારોને વીમા રકમના ચેક વિતરણ કરાયા હતા, વિરપુર જુથ સેવા સહકારી મંડળી લી.ની 67 મી વાર્ષિક સાધારણ સભાનું સંચાલન રાજકોટ જીલ્લા દુધ સંઘ લી.ના ચેરમેન તેમજ પ્રમુખ ગોરધનભાઈ ધામેલીયા દ્વારા કરવામાં આવેલ

જેમાં મંડળીમાં જોડાયેલ 1500 કે તેથી વધુ ખેડૂત સભાસદો છે.મંડળીનો વાર્ષિક નફો રૂ.33 લાખ થયેલ છે.મંડળી છેલ્લા 10 વર્ષથી 15% ડીવિડન્ડ જાહેર કરે છે.તેમજ ધિરાણ લેતા સભાસદો નો એકસીડન્ટ વીમો રૂ.10 લાખ સુધીનો મંડળી દ્વારા લેવામાં આવે છે.જેમનો ખર્ચ મંડળી ભોગવે છે આ કાર્યક્રમમાંજેતપુરના ધારાસભ્ય અને આર.ડી.સી. બેન્કના ચેરમેન જયેશભાઇ રાદડિયા, રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા, આર.ડી.સી બેન્કના એમ.ડી. ઘનશ્યામભાઈ ખાટરીયા, રાજકોટ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ મગનભાઈ ઘોણીયા તાલુકાના સહકારી, રાજકીય, સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement