‘ચૂપ- રિવેન્જ ઓફ ધી આર્ટિસ્ટ’: ફિલ્મ સમીક્ષકને ‘નિશાન’ બનાવતી થ્રીલર

23 September 2022 02:42 PM
Entertainment India
  • ‘ચૂપ- રિવેન્જ ઓફ ધી આર્ટિસ્ટ’: ફિલ્મ સમીક્ષકને ‘નિશાન’ બનાવતી થ્રીલર

આર.બાલ્કીની જરા હટકે આ સસ્પેન્સ ફિલ્મ મહાન ફિલ્મકાર ગુરુદતને ટ્રિબ્યુટ કરાઈ

મુંબઈ: ‘પા’, ‘ચીનીકસ’, ‘ઈંગ્લીશ-વિંગ્લીશ’ જેવી જરા હટકે ફિલ્મ બનાવનાર આર.બાલ્કીની નવી ફિલ્મ ‘ચૂપ: રિવેન્જ ઓફ આર્ટિસ્ટ’ પણ જરા હટકે છે. બાલ્કીએ આ ફિલ્મ ભારતના મહાન ફિલ્મકાર ગુરુદતને ટ્રિબ્યુટ કરી છે. આ ફિલ્મમાં ગુરુદતનાં કલાસીક ફિલ્મ ‘કાગઝ કે ફુલ’ની છાયા પણ દેખાયા છે. આ ફિલ્મના મીડીયા સ્ક્રીનીંગમાં ગુરુદતની ફેવરીટ અને વીતેલા જમાનાની અભિનેત્રી વહીદા રહેમાન પણ ઉપસ્થિત હતી.

ફિલ્મનું ટાઈટલ જ સ્પષ્ટ કરે છે કે ફિલ્મની વાર્તા બદલાની છે. આપણે ત્યાં હમણા ફિલ્મ સમીક્ષાની કોલમ છાપા-મેગેઝીનોમાં જોવા મળે છે. આમાં કયારેક અતિરેક પણ જોવા મળે છે. કાં તો ફિલ્મને ઉતારી પાડવામાં આવે છે કાં તો ચડાવી મારવામાં આવે છે. ભાગ્યે જ કયાંય તટસ્થ રિવ્યુ થતો હોય છે. કદાચ પહેલીવાર આ ફિલ્મમાં ફિલ્મ સમીક્ષકનો વિષય લેવાયો છે! ફિલ્મના પ્રથમ દ્દશ્યમાં જ એક ફિલ્મ સમીક્ષકની ક્રુરતાથી હત્યા કરવામાં આવે છે અને ફિલ્મ ક્રિટીકસની હત્યાનો સિલસિલો ચાલતો રહે છે.

વાર્તામાં એક વાત સ્પષ્ટ છે કે આ બેરહેમ હત્યા પાછળ એક સાયકોકિલરનાં હાથ છે, જેને ફિલ્મોને લઈને સમીક્ષકોની સમીક્ષા માફક નથી આવતી. આ સસ્પેન્સ ફિલ્મમાં સની દેઓલ પોલીસ અધિકારી અરવિંદ માથુરનો રોલ ભજવે છે. જયારે શ્રેયા ધનવંતરી પત્રકાર નીલાનો રોલ ભજવે છે, જયારે પુજા ભટ્ટ ક્રિમીનલ સાયકોલોજીસ્ટનો રોલ ભજવે છે.

બાલ્કીની આ ફિલ્મ રેટીંગ સીસ્ટમ પર પણ કટાક્ષ કરે છે ફિલ્મને ફર્સ્ટ હાફ ઘણો મજબૂત છે પણ સેકન્ડ હાફમાં વાર્તા ડગમગી જાય છે. સસ્પેન્સ થ્રીલરનું મોટું આકર્ષણ સસ્પેન્સ હોય છે પણ નિર્દેશક તેનો ખુલાસો કરવામાં ઉતાવળ કરે છે. જયારે સલમાન દૂર કર અને શ્રેયા ધનવંતરીની પ્રેમકથા ફિલ્મનો મજબૂત પક્ષ સાબીત થાય છે.

આ ફિલ્મમાં નિર્દેશકે ગુરુદતની ફિલ્મ ‘પ્યાસા’ના ગીતો જાને કયા તુને કહી અને યે દુનિયા અગર મિલ ભી જાયે... રૂમાની અને માર્મિક અંદાજમાં ફિલ્માવ્યા છે. અમિત ત્રિવેદીનું સંગીત કર્ણપ્રિય છે. સિનેમેટોગ્રાફી પણ લાજવાબ છે. બેક ગ્રાઉન્ડ સ્કોર દમદાર છે. કીમિયોમાં અમિતાભ બચ્ચન અલગ અંદાજ ઉભો કરે છે.


Related News

Loading...
Advertisement
Advertisement