દિલ્હીમાં ‘આપ’ અને લેફ. ગવર્નર વચ્ચેની ટકકર વધી

23 September 2022 04:14 PM
India Politics
  • દિલ્હીમાં ‘આપ’ અને લેફ. ગવર્નર વચ્ચેની ટકકર વધી

‘આપ’ના નેતાઓ સામે રૂા.2 કરોડનો માનહાનીનો દાવો કરતા લેફ. ગવર્નર

નવી દિલ્હી તા.23
દિલ્હીમાં લેફ. ગવર્નર વિજય સકસેના અને આમ આદમી પાર્ટી વચ્ચેની લડાઈ તીવ્ર બની છે. એલજીએ આજે ‘આપ’ના પાંચ નેતાઓ સામે જૂઠા આરોપો બદલ રૂા.2 કરોડનો માનહાનીનો દાવો ફટકાર્યો છે. ‘આપ’ના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે ખાદી અને ગ્રામઉદ્યોગ આયોગના અધ્યક્ષ તરીકેના કાર્યકાળ દરમ્યાન સકસેનાએ રૂા.1400 કરોડનો ગોટાળો કર્યો હતો.

હવે તે મુદે એલજીએ ‘આપ’ના નેતા અને સાંસદ સંજયસિંઘ સહિત પાંચ સામે રૂા.2 કરોડનો માનહાનીનો દાવો કર્યો છે અને દિલ્હી હાઈકોર્ટમાં આ અંગે ફોજદારી માનહાનીની ફરિયાદ નોંધાવી છે.


Related News

Loading...
Advertisement
Advertisement