વડાપ્રધાન તા.29-30ના ગુજરાતની મુલાકાતે: અનેક પ્રોજેકટનું લોકાર્પણ

23 September 2022 04:52 PM
Surat Gujarat
  • વડાપ્રધાન તા.29-30ના ગુજરાતની મુલાકાતે: અનેક પ્રોજેકટનું લોકાર્પણ

અંબાજી મંદીરમાં મહાઆરતી પણ કરશે

સુરત તા.23
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તા.29 સપ્ટેમ્બરે ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે જેમાં તેઓ સુરતમાં ડ્રીમ સીટી તથા બાયોડાયવર્સિટી પાર્કનું ખાતમુર્હુત કરશે. સુરતના હીરા ઉદ્યોગ દ્વારા ડ્રીમસીટી એટલે કે ડાયમંડ રીચર્સ એન્ડ મર્કન્ટાઈલ પ્રોજેકટ આગળ વધી રહ્યો છે.

જેમાં વડાપ્રધાનના હસ્તે અનેક પ્રકારની સુવિધાઓને ખુલ્લી મુકવામાં આવશે જયારે 139 કરોડના ખર્ચે બનેલો બાયો ડાયવર્સિટી પાર્ક પણ મોદી લોકાર્પણ કરશે. વડાપ્રધાન આ ઉપરાંત તા.30ના રોજ અંબાજીમાં સાંધ્ય આરતી કરશે.


Related News

Loading...
Advertisement
Advertisement