બોલિવડ અભિનેત્રી કિયારા અડવાણી વિમલ હેલ્ધી ઓઇલ્સની નવી બ્રાન્ડ એમ્બેસેડર

23 September 2022 05:02 PM
Ahmedabad Entertainment
  • બોલિવડ અભિનેત્રી કિયારા અડવાણી વિમલ હેલ્ધી ઓઇલ્સની નવી બ્રાન્ડ એમ્બેસેડર

કિયારા અડવાણી અભિનીત નવા કેમ્પેન સાથે વિમલ ઓઇલ્સ હેલ્થ એન્ડ હેપ્પીનેસના 30 વર્ષની ઉજવણી કરી રહ્યું છે

અમદાવાદ : વિમલ હેલ્ધી ઓઇલ બ્રાન્ડ, કે જે આ વર્ષે તેની 30મી વર્ષગાંઠ પણ ઉજવી રહ્યું છે ત્યારે બોલીવુડ અભિનેત્રી કિયારા અડવાણીને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે લઇને નવા 360 ડીગ્રી એડ અભિયાનનો શુભારંભ કરશે. કિયારા વિમલ હેલ્ધી ઓઇલના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પ્રતિનિધિત્વ કરવા માટે અત્યંત ઉત્સાહિત છે.

જ્યારે કિરાણા અડવાણીને આ લોકપ્રિય બ્રાન્ડ સાથે જોડાવા વિશે પુછવામાં આવ્યું ત્યારે તેણએ કહ્યું કે હું વિમલ ઓઇલ સાથે જોડાઈને ખુબ જ ખુશ છું. હું અત્યંત ફિટ છું અને હેલ્થ પ્રત્યે સજાગ છું. હું હમેશા વિચારતી હતી કે માત્ર થોડા જ તેલ એવા છે જેને આરોગ્યપ્રદ તરીકે ગણવામાં આવે છે પરંતુ વિમલ સાથે જોડાયા પછી મેં તેની ન્યુટ્રિશન રીટેન્શન ટેકનોલોજી (એનઆરટી)ને જાણી અને સમજી છે અને હકીકત એ છે કે આપણે આપણા ખાદ્યતેલને સમયસર બદલવાથી આપણને શ્રેષ્ઠ પોષણ અને આરોગ્ય મળે છે.

ફિટ અને હેલ્ધી રહેવાની ગ્રાહકોની અવિરત વધતી જતી જાગૃતિ અને માંગને કારણે વિમલ હેલ્ધી ઓઇલ્સ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત ગ્રાહકો માટે યોગ્ય પસંદ છે. કિયારા અડવાણીના બ્રાન્ડ સાથેના જોડાણથી ખાદ્ય તેલ માર્કેટમાં વિમલ ઓઇલ બ્રાન્ડને આગવી ઓળખ આપશે. વિમલ ઓઇલ બ્રાન્ડની ઓળખને મજબૂત કરવા માટે કિયારા યોગ્ય છે કારણ કે તે યુવાન છે, સ્વાસ્થ્ય પ્રત્યે અત્યંત જાગૃત છે, ઘરેલું છે અને દેશના ઘરઘરમાં અત્યંત લોકપ્રિય છે. 1993માં શરુ થયેલ વિમલ ઓઇલ, ખાદ્યતેલોની સૌથી વિશાળ શ્રેણી ધરાવે છે.

જેમાં વિમલ રિફાઈન્ડ કપાસિયા તેલ, વિમલ પ્યોર ગોલ્ડ રીફાઈન્ડ, ફિલ્ટર્ડ સીંગતેલ, વિમલ તીખા કચ્ચી ધાણી સરસવનું તેલ, વિમલ સોયાહાર્ટ, સોયાબીન તેલ, વિમલ સનહાર્ટ, સન ફલાવર તેલ, વિમલ કોર્નલાઈફ, કોર્ન તેલ અને વિમલ રાઈસ બ્રાન તેલનો સમાવેશ થાય છે. આ વિવિધતાસભર ખાદ્યતેલોની વિશાળ શ્રેણીથી વિમલ ઓઇલ ખાદ્યતેલ માર્કેટમાં આગવી ઓળખ ધરાવે છે.

વિમલ હેલ્ધી ઓઇલની સંપૂર્ણ શ્રેણી ન્યુટ્રીશન રીટેન્શન ટેકનોલોજીના (એનઆરટી) ઉપયોગ સાથે ઉત્કૃષ્ટ રીતે ઉત્પાદિત કરવામાં આવે છે. આ ટેકનોલોજી દ્વારા ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન તેલમાં ન્યુટ્રીશનની મહત્તમ માત્રા જળવાઈ રહે છે અને પ્રોસેસ દરમ્યાન ચોકસાઈ રાખવામાં આવે છે કે એના તાપમાન, પ્રેશર, વેક્યૂમ અને ટાઈમના પેરામીટર તેલમાં વધુમાં વધુ ન્યુટ્રીશન જળવાઈ રહે. વર્ષોનો અનુભવ અને ઉચ્ચતમ ટેકનોલોજી, વિમલ ઓઇલ બ્રાન્ડને વિશ્ર્વસનીય અને સ્વાસ્થ્યપ્રદ ખાદ્યતેલ બ્રાન્ડ બનાવવાના મુખ્ય પરિબળ છે.

સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત ગ્રાહકોની માંગને સંતોષવા માટે વિમલ લાઇટ ટેબલ સ્પ્રેડ અને હેલ્ધી સ્નેક્સની વિશાળ શ્રેણી પણ ઉપલબ્ધ કરાવી છે. આ ઉપરાંત વિમલ ઓઇલ્સ હવે કોલ્ડ પ્રેસ્ડ અને વુડ પ્રેસ્ડ ખાદ્યતેલની વિશિષ્ટ સ્વાસ્થ્યપ્રદ શ્રેણી માર્કેટમાં ટૂંક સમયમાં ઉપલબ્ધ કરાવશે. કિયારા, વિમલ બ્રાન્ડનો નવો ચહેરો હોવાથી,દેશની યુવા પેઢી સાથે જોડાઈને વિમલ બ્રાન્ડ વધુ અદ્યતન અને વધુ લોકપ્રિય બનશે. વિમલ ઓઇલ બ્રાન્ડનું લક્ષ્ય હેલ્થ અને ફિટનેસ બાબતે કોઇ જ સમાધાન ન કરતા ગ્રાહકોની ફેવરીટ બ્રાન્ડ તરીકે આગવી ઓળખ મેળવવાનું છે.વિમલ હેલ્ધી ઓઇલ્સની સૌથી વિશાળ શ્રેણીમાંથી કુકીંગ ઓઇલ બદલતા રહો અને સ્વસ્થ રહો. જીવનભર.


Related News

Loading...
Advertisement
Advertisement