વિધાનસભાનાં દશમાં સત્ર દરમ્યાન 8205 પ્રેક્ષકોએ ગૃહની કામગીરી નિહાળી: નિમાબેન આચાર્ય

23 September 2022 05:29 PM
Ahmedabad Gujarat
  • વિધાનસભાનાં દશમાં સત્ર દરમ્યાન 8205 પ્રેક્ષકોએ ગૃહની કામગીરી નિહાળી: નિમાબેન આચાર્ય
  • વિધાનસભાનાં દશમાં સત્ર દરમ્યાન 8205 પ્રેક્ષકોએ ગૃહની કામગીરી નિહાળી: નિમાબેન આચાર્ય

ટુંકા ચોમાસુ સત્રની સમાપ્તિ સમયે વિધાનસભા અધ્યક્ષે તેમની એક વર્ષની કામગીરીની વિગતો આપી

ગાંધીનગર,તા.23
રાજ્ય સરકાર દ્વારા ગુજરાત વિધાનસભાના ટૂંકા ચોમાસુ બે દિવસના સત્રની ગઈકાલે સમાપ્તિ કરવામાં આવી છે ત્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્ય એ છેલ્લા એક વર્ષમાં તેમના અધ્યક્ષ પદે કરેલી કામગીરી અને વિગતો આપવા માટે ખાસ પત્રકાર પરિષદ આયોજિત કરી હતી જેમાં તેમણે 14મી ગુજરાત વિધાનસભાના નવમા દસમા અને અગિયારમાં સત્ર દરમ્યાન થયેલા મહત્વના કામકાજની વિગતો પત્રકાર પરિષદમાં આપી હતી.

ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં વિધાનસભાના અધ્યક્ષ નિમાબેન આચાર્યએ કહ્યું કે ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર તરીકે મહિલાઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે હંમેશા તેઓ ઉત્સાહી રહ્યા હતા ત્યારબાદ તેમણે રાજકારણમાં ઝંપ લાવ્યું આ તબક્કે તેમણે રાજકીય યાત્રામાં અધ્યક્ષ પદ સુધી પહોંચવા બદલ રાજકીય તેમજ સાધુ સંતોનો આભાર વ્યક્ત કર્યો હતો.

તો બીજી તરફ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બન્યા બાદ તેમણે કરેલી કામગીરીની મહત્વની વિગતો આપતા કહ્યું કે 14 મી વિધાનસભાના અલગ અલગ મળેલા ત્રણ શત્રોમાં નોંધનીય કામગીરી કરી હોવાનું જણાવ્યું હતું. આ તબક્કે તેમને કહ્યું કે 24 માર્ચ 2022 ના રોજ વિધાનસભાની ખાસ બેઠકમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ ની ગુજરાત વિધાનસભાની મુલાકાત ઐતિહાસિક બની રહી એટલું જ નહીં ઇતિહાસમાં રાષ્ટ્રપતિ એ વિધાનસભામાં જે સંબોધન કર્યું તેનો આ પ્રથમ અવસર બન્યો હોવાનો એકરાર કર્યો હતો.

અગિયારમા સત્રની અંદર વિધાનસભાના અધ્યક્ષ નિમાબેન આચાર્યએ 69 અધીસુચનાઓ 1 વટ હુકમ 27 સરકારી અધિ સુચનાઓ સભાગૃહમાં મૂકી હોવાનું જણાવ્યું હતુ. જોકે કોરોનાના કારણે નવમાં સત્રની કાર્યવાહી પ્રેક્ષકો જોઈ શક્યા ન હતા પરંતુ દસમા સત્ર દરમિયાન ગુજરાતમાંથી 8205 જેટલા પ્રેક્ષકોએ ગૃહની કાર્યવાહી નિહાળી હોવાનું જણાવ્યું જ્યારે દસમા સત્રના સભા ગૃહના છેલ્લા દિવસની બેઠક એટલે કે 31 માર્ચ 2022 ની બેઠક રાત્રે 1: 38 કલાકે પૂરી થઈ હતી.

તો બીજી તરફ 21 જુલાઈ 2022 ના રોજ ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત યુવા મોડલ એસેમ્બલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તે અંગેની વિગતો પણ પત્રકાર પરિષદમાં નિમાબેન આચાર્ય એ આપી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement