નીતિશે ગદ્દારી કરીને કદી વડાપ્રધાન બની શકશે નહીં : અમિત શાહનો મોટો પ્રહાર

23 September 2022 05:36 PM
India Politics
  • નીતિશે ગદ્દારી કરીને કદી વડાપ્રધાન બની શકશે નહીં : અમિત શાહનો મોટો પ્રહાર

► કેન્દ્રીય ગૃહમંત્રી બે દિવસ બિહારમાં : જનતા દળ (યુ)-રાજદ ગઠબંધન પર જબરા પ્રહાર

► કુટીલ રાજનીતિ પર દેશનું નેતૃત્વ કરી શકાય નહીં : આજે રાજદના ખોળામાં બેઠેલા નીતિશકુમાર કાલે કોંગ્રેસની ગોદમાં પણ બેસી શકે છે : લાલુ પ્રસાદને ચેતવણી : બિહારના પૂર્ણિયામાં જબરી રેલીને સંબોધન

પટણા,તા. 23 : બિહારમાં એનડીએ સાથેનું ગઠબંધન તોડીને રાજદ સાથે સરકાર બનાવનાર રાજ્યના મુખ્યમંત્રી નિતીશકુમાર સામે પ્રથમ વખત સૌથી મોટો પ્રહાર કરતાં કેન્દ્રીય ગૃહમંત્રી તથા ભાજપના સિનિયર નેતા શ્રી અમિત શાહે જણાવ્યું કે વડાપ્રધાન બનવા માટે નિતીશે એનડીએના પીઠમાં છરી મારી હતી. પંરતુ તેઓ આ પ્રકારની કુટીલ રાજનીતિથી દેશના વડાપ્રધાન કદી બની શકશે નહીં.

આજથી બિહારનાં બે દિવસના પ્રવાસે આવેલા શ્રી શાહે પૂર્ણિયામાં જનસભાને સંબોધીત કરતાં નિતીશકુમાર અને લાલુ પ્રસાદ યાદવને પણ ઝપટમાં લીધા હતા. શ્રી શાહે જણાવ્યું કે આજે નીતિશકુમાર રાજદના ખોળામાં બેસી ગયા છે પણ કાલ સવારે કોંગ્રેસની ગોદમાં બેસી ન જાય તે લાલુ પ્રસાદે ચિંતા કરવી પડશે. બિહારમાં આગામી સમયમાં કમળ જ ખીલશે તેવું જણાવીને શ્રી શાહે કહ્યું કે રાજ્યમાં જંગલ રાજ પરત આવ્યું છે. નીતિશકુમારે મોદીજી સાથે નહીં પણ બિહારની જનતા સાથે ગદારી કરી છે. ચૂંટણીમાં નીતિશકુમાર કે લાલુપ્રસાદ પાર્ટી જીતશે નહીં.

વડાપ્રધાન બનવા માટે અત્યાર સુધી કોંગ્રેસ વિરોધી રાજનીતિ કરનાર નીતિશકુમાર હવે વડાપ્રધાન માટે કોંગ્રેસનો સાથ લેવા પણ તૈયાર છે. તેમણે કહ્યું કે આજે હું અહીં આવ્યો છું તો લાલુ અને નીતિશના પેટમાં દુ:ખતુ હતુ.તેવો કહી રહયા હશે કે અમે ઝઘડા કરવા આવ્યા છીએ પરંતુ મારે ઝઘડો કરવાની જરુર નથી.

લાલુજીએ ઝઘડા કરીને પુરી જીંદગી વિતાવી દીધી પરંતુ અમે બિહારને અનાથાલય બનવા દેશું નહીં અને નીતિશકુમારને આશ્રમમાં પરત મોકલશું. બિહારના બે દિવસના પ્રવાસમાં શ્રી શાહની હાજરીમાં જનતા દળ-યુ અને રાજદમાંથી મોટા ગાબડા પડે તેવી શક્યતા છે. શ્રી અમિત શાહ પહોંચતા જ અહીં પુર્ણિયામાં ઇન્દીરા ગાંધી સ્ટેડીયમ ખાતે જબરો શંખનાદ થયો હતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તરફેણમાં નારા લાગ્યા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement