રિલાયન્સ અને અદાણી ગ્રુપની કંપનીઓ એકબીજાનાં કર્મચારીઓને નોકરી નહી આપે

23 September 2022 05:38 PM
Business India
  • રિલાયન્સ અને અદાણી ગ્રુપની કંપનીઓ એકબીજાનાં કર્મચારીઓને નોકરી નહી આપે

એકબીજાનાં ક્ષેત્રમાં પ્રવેશ્યા બાદ બંન્ને ગ્રુપ વચ્ચે થયેલા કરાર

મુંબઈ,તા.23 : દેશનાં બે સૌથી મોટા બિઝનેસ ગ્રુપ રિલાયન્સ અને અદાણી વચ્ચે એક-બીજાની કંપનીનાં કર્મચારીઓને નોકરી નહી આપવાના કરાર થયાનું બિઝનેસ ઈનસાઈડર જણાવી રહ્યા છે. મે-2022માં થયેલી ડિલીની સૌથી રસપ્રદ વાતએ છે કે આ કરાર એવા સમયે કરવામાં આવ્યો હતો કે, જયારે અદાણી કંપની બિઝનેસમાં પ્રવેશી રહી હતી.જેમાં રિલાયન્સ પહેલેથી જ એક બિઝનેસ પ્લેયર છે હકિકતમાં અદાણીએ ગયા વર્ષે અદાણી પેટ્રોકેમિકલ્સ લિમીટેડ સાથે પેટ્રો કેમિકલ્સ, સેકટરમાં પ્રવેશ કર્યો હતો.

રિલાયન્સ આ બિઝનેસમાં પહેલેથી જ મોટી કંપની છે. તેવીજ રીતે હાઈસ્પીડ ડેટા એટલેકે ઈન્ટરનેટ સેકટરમાં પણ અદાણીએ 5-જી સ્પેકરૂમ માટે બિડ કરી છે આ બિઝનેસમાં પણ રિલાયન્સ દેશની સૌથી મોટી કંપની છે.દરમ્યાન આ કરારનાં કારણે મુકેશ અડવાણીની કંપનીઓમાં કામ કરતા 3.80 લાખથી વધુ કર્મચારીઓ, હવે અદાણીની કંપનીમાં નોકરી કરી શકશે નહી.આ સાથે અદાણીની કંપનીમાં કામ કરતા 23 હજારથી વધુ કર્મચારીઓ મુકેશ અંબાણીની કોઈ પણ કંપનીમાં કામ કરી શકાશે નહી.બંન્ને ગ્રુપ વચ્ચેનો પોચિંગ એગ્રીમેન્ટ હેઠળ આકરાર થયો છે.


Related News

Advertisement
Advertisement
Advertisement