ભ્રષ્ટાચારના કેસમાં કર્ણાટકના પુર્વ સીએમ યેદીયુરપ્પાને સુપ્રીમની રાહત

23 September 2022 05:54 PM
India Politics
  • ભ્રષ્ટાચારના કેસમાં કર્ણાટકના પુર્વ સીએમ યેદીયુરપ્પાને સુપ્રીમની રાહત

લાંચના કેસમાં લોકાયુક્તની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી

નવી દિલ્હી તા.23 : લાંચના કેસમાં કર્ણાટકના પુર્વ મુખ્યમંત્રી યેદીયુરપ્પાને રાહત મળી છે. તેમની સામે લોકાયુક્તની કાર્યવાહી પર રોક સુપ્રીમ કોર્ટે લગાવી છે. સુપ્રીમ કોર્ટે આજે કર્ણાટક હાઈકોર્ટના એ આદેશને પડકારતી અરજી પર નોટીસ જાહેર કરી છે, જેમાં પુર્વ સીએમ બી.એસ.યેદીયુરપ્પા તેમનો પુત્ર બી.વાય.વિજયેન્દ્ર અને અન્ય સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અંતર્ગત ફરિયાદ દાખલ થઈ હતી.

જસ્ટીસ ડી.વાય.ચંદ્રચૂડ અને જસ્ટીસ હિમા કોહલીએ અરજદાર યેદીયુરપ્પાના સંબંધમાં લોકાયુક્ત દ્વારા આગળની કાર્યવાહી પર રોક લગાવી દીધી હતી. યેદીયુરપ્પાના સિનીયર વકીલ સિદ્ધાર્થ દેવ અને એડવોકેટ મુકુલ રોહતીએ તર્ક આપ્યો હતો કે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમને જનતા દ્વારા કરાયેલી ભલામણો

કે નિર્ણય સંબંધીત અપરાધોની કોઈ તપાસ કરતા પહેલા પૂર્વ મંજુરીની આવશ્યકતા રહે છે. જયારે એડવોકેટ દવેએ આ સંબંધમાં પી.સી.એકટની કલમ 17 એ નો હવાલો આપી અનિલકુમાર વિરુદ્ધ અયપ્પામાં સુપ્રીમ કોર્ટના ફેસલાનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં એ માનવામાં આવ્યું હતું કે વિશેષ ન્યાયાધીશ માટે ફરિયાદને આગળ વધારવા પૂર્વ મંજુરી જરૂરી છે.


Related News

Loading...
Advertisement
Advertisement