સુરતના બહુચરાજી માતાજીના મંદિરના મહંતે આત્મહત્યા કરી

23 September 2022 05:55 PM
Surat Gujarat
  • સુરતના બહુચરાજી માતાજીના મંદિરના મહંતે આત્મહત્યા કરી

મહંતએ નવરાત્રિ પૂર્વે જ મંદિરમાં આપઘાત કરતાં સમગ્ર વિસ્તારના ભક્તોમાં ગમગીની છવાઈ, ગળેફાંસો લગાવી જીંદગી ટૂંકાવી: ભાવિકો કહી રહ્યા છે કે, કંઈ જ અજુગતું થયું હશે એવું લાગે, અમે માનતા નથી કે, મહંત શંભુનાથ આપઘાત કરે

રાજકોટ, તા.23
સુરતના કતારગામ વિસ્તારમાં વેડ રોડ પર આવેલા બહુચરાજી માતાજીના મંદિરના પૂજારીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ હતી. મહંતે ગળેફાંસો લગાવીને જીંદગી ટૂંકાવી છે. જોકે મંદિરના ભક્તો તરફથી કહેવામાં આવ્યું છે કે અમે માનતા નથી કે પૂજારીએ પોતે આવું પગલું ભર્યું હોય. આ મામલે ચોકબજાર પોલીસે તપાસ હાથ ધરી છે. મહંતએ નવરાત્રિ પૂર્વે જ મંદિરમાં આપઘાત કરતાં સમગ્ર વિસ્તારના ભક્તોમાં ગમગીની છવાઈ છે.

છેલ્લાં 25 વર્ષથી મંદિરમાં જ સેવા પૂજા કરતા શંભુનાથ નામના મહારાજે રાત્રિના સમયે આપઘાત કર્યો હોવાનું કહેવાય રહ્યું છે. કરી તેઓ મૂળ નેપાળના હતા. અહીં મંદિરમાં જ રહીને માતાજીની પૂજાઅર્ચના કરતા મહંતના આપઘાતની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. એક મહિલા ભાવિકે જણાવ્યું હતું કે, મહારાજ પ્રણામી ધર્મના સ્નાતક હતા. ખૂબ સેવાપૂજા કરતા હતા, 25 વર્ષથી સેવા કરે છે. કંઈ જ અજુગતું થયું હશે એવું લાગે છે. આપઘાત પાછળ શું કારણ હશે એ અમને ખ્યાલ નથી.


Related News

Loading...
Advertisement
Advertisement