ગુજરાત કોંગ્રેસનું ટવીટર એકાઉન્ટ હેક : કવર ફોટો-પ્રોફાઇલ ગાયબ

23 September 2022 06:03 PM
Gujarat
  • ગુજરાત કોંગ્રેસનું ટવીટર એકાઉન્ટ હેક : કવર ફોટો-પ્રોફાઇલ ગાયબ

અમદાવાદ, તા.23 : વિધાનસભા ચૂંટણી પૂર્વે હેકરો પણ સક્રિય બન્યા હોય તેમ ગુજરાત કોંગ્રેસનું ટવીટર એકાઉન્ટ હેક કરી દેવામાં આવ્યું હતું અને કોંગ્રેસે ટવીટરને ફરિયાદ પણ કરી છે. જોકે સાયબર ક્રાઇમ કે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી નથી. કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો ચૂંટણી પ્રચાર અને તૈયારીમાં વ્યસ્ત છે

તેવા સમયે ગુજરાત કોંગ્રેસનું એકાઉન્ટ હેક કરીને હેકરોએ ટવીટર એકાઉન્ટનો કવર ફોટો અને પ્રોફાઇલ ગાયબ કરી દીધા હતા. આ ઉપરાંત ગુજરાત કોંગ્રેસનું નામ પણ ટવીટર પરથી ગાયબ કરી દેવામાં આવ્યું હતું. હેકરે ગુજરાત કોંગ્રેસના ઓફિસીશયલ ટવીટર એકાઉન્ટ પર અમેરિકન ઉદ્યોગપતિ બ્રેડ ગાર્લીક હાઉસનું નામ સેટ કર્યુ હતું અને તેમના સમર્થનમાં કેટલીક પોસ્ટ રી-ટવીટ કરી હતી. ગુજરાત કોંગ્રેસના નેતા હિરેન બંકરે કહ્યું હતું આ કોઇ નવી વાત નથી. ચૂંટણી સમયે આ પ્રકારના અનેક કાવાદાવા નિહાળ્યા છે.


Related News

Loading...
Advertisement
Advertisement