કારડીયા રાજપૂત સમાજ(રાજપુતપરા)ના યુવાનો દ્વારા રવિવારે રાસોત્સવનું આયોજન

23 September 2022 06:38 PM
Rajkot
  • કારડીયા રાજપૂત સમાજ(રાજપુતપરા)ના યુવાનો દ્વારા રવિવારે  રાસોત્સવનું  આયોજન

હર્ષદભાઈ સગર, ભયલુભાઈ ચૌહાણ સહિતના યુવાનોની આગેવાની હેઠળ આયોજન

રાજકોટ,તા.23 : કારડીયા રાજપૂત સમાજના ઉપક્રમે નાનામૌવા ચોકડી, નાના મૌવા રોડ, પ્રતિલોક પાર્ટીપ્લોટ, પાર્થ એવન્યુ બીલ્ડીંગની બાજુમાં રાજકોટ ખાતે તા.25મીના સમાજ ઉત્થાનની વિવિધ પ્રવૃતિના ભાગ રૂપે વનડે નવરાત્રીનું આયોજન સાંજે 7 વાગે કરવામાં આવેલ છે. સમારોહના અધ્યક્ષ કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઈ વાળા, સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, મંત્રી અરવિંદ રૈયાણી, કલેકટર, પો.કમિશ્નર, કોર્પોરેટરો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ કારડીયા રાજપૂત સમાજના લોકો પુરતો મયાર્દીત છે. કાર્યક્રમના રમવાના પાસ નિ:શુલ્ક છે. કાર્યક્રમને સફળ બનાવવા હર્ષદભાઈ સગર -98985 70032, ભયલુભાઈ ચૌહાણ-97233 52828, જયદીપસિંહ દેવડા-98242 74381, જયેન્દ્ર પરમાર(ભોલાભાઈ)-9723544018, મુકેશભાઈ સોલંકી-94272 55918 વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.


Related News

Loading...
Advertisement
Advertisement