જામનગર નજીકના ઇન્ટિગ્રેટેડ ફોટોવોલ્ટેઇક ગીગા ફેકટરી માટે અમેરિકી કંપની સેલક્સ કોર્પોરેશનમાં રોકાણ કરશે રિલાયન્સ ન્યુ એનર્જી

23 September 2022 06:40 PM
Rajkot
  • જામનગર નજીકના ઇન્ટિગ્રેટેડ ફોટોવોલ્ટેઇક ગીગા ફેકટરી માટે અમેરિકી કંપની સેલક્સ કોર્પોરેશનમાં રોકાણ કરશે રિલાયન્સ ન્યુ એનર્જી

રિલાયન્સ દ્વારા વધુ શક્તિશાળી અને ઓછી કિંમતના મોડ્યુલોનું ઉત્પાદન કરવા વ્યૂહાત્મક જોડાણ

મુંબઇ,તા. 23
દેશમાં સોલાર સહિતના એનર્જી ક્ષેત્રે આગળ વધી રહેલા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે તેની પેટા કંપની રિલાયન્સ ન્યુ એનર્જી લીમીટેડ દ્વારા અમેરિકાની અગ્રણી સેલક્સ કોર્પોરેશનમાં જંગી રોકાણ કરીને પેરોવસ્કાઇટ આધારિત સોલાર ટેકનોલોજીમાં રોકાણ કરી 20 ટકા હિસ્સો મેળવવા કરાર કર્યા છે. રિલાયન્સ ન્યુ એનર્જી લીમીટેડ દ્વારા આ કંપનીમાં 12 મીલીયન ડોલરનું રોકાણ કરવામાં આવ્યું છે

જેમાં સેલક્સ એક પેરોવસ્કાઇટ આધારિત સૌર ટેકનોલોજીના સંશોધન અને વિકાસના ક્ષેત્રમાં અગ્રણી છે. તેની પોતાની ટેકનોલોજી ઉચ્ચ કાર્યક્ષમતાવાળા સોલર મોડ્યુલ્સને સક્ષમ બનાવે છે જે નોંધપાત્ર રીતે ઓછા સ્થાપિત ખર્ચે સોલાર પ્રોજેક્ટનાં 25 વર્ષના લાઈફ ટાઈમમાં 20 ટકા વધુ ઉર્જા ઉત્પન્ન કરી શકે છે.

રિલાયન્સ ગુજરાતના જામનગરર ખાતે વૈશ્વીક સ્તરે ઇન્ટીગ્રેટેડ ફોટોવોલ્ટેઇક ગીગા ફેકટરી સ્થાપી રહી છે. આ મુડી રોકાણ અને સહયોગ દ્વારા રિલાયન્સ વધુ શક્તિશાળી અને ઓછી કિંમતમાં સોલાર મોડ્યુલ્સનું ઉત્પાદન કરી શકશે અને તે માટે સેલક્સનાં ઉત્પાદનોનો લાભ ઉઠાવાશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર શ્રી મુકેશ ડી. અંબાણીએ આ મુડી રોકાણ અંગે જણાવ્યું

કે વિશ્વ કક્ષાનાં પ્રતિભા દ્વારા સમર્થિત અને વ્યૂહાત્મક ભાગીદારી દ્વારા પ્રાપ્ત થયેલા તકનીકી નવીનીકરણનાં આધારસ્તંભો પર બનેલા સૌથી અદ્યતન ગ્રીન એનર્જી મેન્યુફેકચરીંગ ઇકોસિસ્ટમ બનાવવાની અમારી વ્યૂહરચના સાથે સેલક્સમાં મૂડીરોકાણ એકદમ સુસંગત છે. અમે માનીએ છીએ કે સેલક્સની માલિકીની પેરોવસ્કાઇટ આધારિત સોલાર ટેકનોલોજી અમને સ્ફટીકીય સૌર મોડ્યુલોમાં નવીનતાનાં આગામી તબક્કામાં પ્રવેશ પૂરો પાડશે. અમે સેલક્સની ટીમ સાથે મળીને તેનાં ઉત્પાદન વિકાસ તથા તેની ટેકનોલોજીના વેપારીકરણને વેગ આપવા માટે કામ કરીશું.


Related News

Loading...
Advertisement
Advertisement