ભાવનગરમાં વિશ્વનુ પ્રથમ સીએનજી પોર્ટ સ્થપાશે

24 September 2022 11:23 AM
Bhavnagar Gujarat India Saurashtra World
  • ભાવનગરમાં વિશ્વનુ પ્રથમ સીએનજી પોર્ટ સ્થપાશે
  • ભાવનગરમાં વિશ્વનુ પ્રથમ સીએનજી પોર્ટ સ્થપાશે
  • ભાવનગરમાં વિશ્વનુ પ્રથમ સીએનજી પોર્ટ સ્થપાશે
  • ભાવનગરમાં વિશ્વનુ પ્રથમ સીએનજી પોર્ટ સ્થપાશે
  • ભાવનગરમાં વિશ્વનુ પ્રથમ સીએનજી પોર્ટ સ્થપાશે
  • ભાવનગરમાં વિશ્વનુ પ્રથમ સીએનજી પોર્ટ સ્થપાશે
  • ભાવનગરમાં વિશ્વનુ પ્રથમ સીએનજી પોર્ટ સ્થપાશે

► સૌરાષ્ટ્રના શહેરના વિકાસના નવા દ્વાર ખુલશે

અમદાવાદ તા.24 : ગુજરાતને વધુ એક મહત્વપૂર્ણ પ્રોજેકટ મળ્યો છે. વિશ્વનું સૌપ્રથમ સીએનજી ઈમ્પોર્ટ ટર્મીનલ ભાવનગરમાં સ્થપાશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 29મીએ તેનુ ખાતમુર્હુત કરશે. દેશમાં કલીન એનર્જીની વધતી ડીમાંડ વચ્ચે 400 કરોડના ખર્ચે સ્થપાનારા આ પ્રોજેકટથી ઉર્જા ક્ષેત્રે વૈકલ્પિક સ્ત્રોત ઉભો થશે. સીએનજી ટર્મીનલ સ્થાપવા માટે ગુજરાત મેરીટાઈમ બોર્ડે ખાનગી કંપની સાથે વાયબ્રન્ટ સમીટ 2019માં કરાર કર્યા હતા. પોર્ટનુ બાંધકામ આવતા વર્ષે શરૂ થવાની શકયતા છે અને 2026માં કાર્યરત થઈ શકે છે.

► 29મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખાતમુહૂર્ત: બ્રિટન-ભારતીય કંપનીનું સંયુક્ત સાહસ- રૂા.4024 કરોડનો ખર્ચ થશે

સીએનજી ટર્મીનલ પોર્ટમાં વિશ્વની ચોથા નંબરની સૌથી મોટી લોક ગેઈટ સીસ્ટમ હશે. આ લોકગેટ બંધ થયા બાદ દરિયાઈ મોજાની થપાટથી લાંગરેલી શીપને કોઈ નુકશાન થતુ નથી. આ પ્રોજેકટથી વ્હીકલ સ્ક્રેપીંગ, કન્ટેનર પ્રોડકશન જેવા પ્રોજેકટોને પણ લાભ થશે. સીએનજી પોર્ટમાં અત્યાધુનિક કન્ટેનર ટર્મીનલ, બહુહેતુક ટર્મીનલ તથા રસ્તાને જોડતા લીકવીડ ટર્મીનલ પણ હશે. ગુજરાત મેરીટાઈમ બોર્ડના જનરલ મેનેજર જીતેન છગાણીએ કહ્યું કે આ પોર્ટની ક્ષમતા 5થી6 મીલીયન મેટ્રીક ટનની હશે. બ્રિટન સ્થિત ફોરસાઈટ ગ્રુપ તથા પદ્મનાભ મફતલાલ ગ્રુપની ખાનગી માલીકી હતી. ભાવનગર બંદર માટે વ્યુહાત્મક છે અને આ પ્રોજેકટ થકી વિકાસના નવા દ્વાર ખુલશે.

► ગુજરાત પ્રવાસ દરમ્યાન વડાપ્રધાન મોદી રૂા.3470 કરોડના અન્ય વિકાસ પ્રોજેકટોના શિલાન્યાસ-લોકાર્પણ કરશે

આગામી દાયકો ભાવનગરનો હશે તેમ કહી શકાય. ભાવનગરના જીલ્લા કલેકટર યોગેશ નિર્ગુડેએ કહ્યું કે શહેરથી આઠ કીમી દુરના વર્તમાન પોર્ટનું જ નવુ ટર્મીનલ એકસટેન્શન હશે. ભાવનગર બંદરે એક લોકગેટ છે. હવે બે નવા લોકગેટ થશે. ગેટલોક થયા બાદ દરિયાઈ મોજાથી શીટને કોઈ નુકશાન નહીં થાય. દરમ્યાન 29મી સપ્ટેમ્બરના ગુજરાત પ્રવાસ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજયના અન્ય 3472.54 કરોડના વિકાસકામોનું ખાતમુર્હુત-લોકાર્પણ કરશે તેમાં પાણી પુરવઠા, ડ્રેનેજ, ડ્રીમસીટી જેવા પ્રોજેકટોનો સમાવેશ થાય છે.


Related News

Advertisement
Advertisement
Advertisement