પ્રથમ નોરતે ભક્તો કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધી પદયાત્રા કરશે

24 September 2022 11:31 AM
Rajkot Dharmik
  • પ્રથમ નોરતે ભક્તો કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધી પદયાત્રા કરશે

► ખોડલના જય જયકાર સાથે : મંદિર પરિસર લાઇટિંગથી ઝગમગી ઉઠશે

► નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ખોડલધામ પહોંચી ધ્વજારોહણ : નવરાત્રિ દરમિયાન દરરોજ માતાજીને અવનવા શણગાર, હવન થશે

કાગવડ, રાજકોટ: તા 24 : હિંદુ ધર્મના સૌથી લાંબા તહેવાર ગણાતા નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. દર વર્ષની પરંપરા પ્રમાણે આ વર્ષે પણ નવરાત્રિના પ્રથમ દિવસે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ખોડલધામ મંદિર સુધીની પદયાત્રાનું આયોજન કરાયું છે. ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં આ પદયાત્રામાં દર વર્ષની બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે અને ખોડલધામ પહોંચી મા ખોડલના દર્શન કરી, આશીર્વાદ લેશે. કાગવડ ગામથી ખોડલધામ મંદિરે પદયાત્રા થકી પહોંચ્યા બાદ મંદિરે ધ્વજારોહણ કરવામાં આવશે.

નવરાત્રિના નવે-નવ દિવસ માતાજીને અવનવા શણગાર, હવન અને ધ્વજારોહણ કરી શ્રદ્ધાળુઓ આરાધના કરશે. નવરાત્રિ દરમિયાન ખોડલધામ મંદિર પરિસર લાઇટિંગથી ઝગમગી ઉઠશે. ખોડલધામ ટ્રસ્ટ દ્વારા 12મા વર્ષે પ્રથમ નોરતે કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રા યોજાશે. આ વર્ષે પણ ચાલુ રાખી પ્રથમ નોરતે 26 સપ્ટેમ્બરના રોજ સવારે 7-00 કલાકે કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધીની યોજાનાર પદયાત્રામાં શ્રદ્ધાળુઓ જોડાશે અને મા ખોડલના જય જયકાર સાથે ખોડલધામ મંદિર પહોંચશે અને મા ખોડલના ચરણોમાં શીશ ઝુકાવી ધ્વજારોહણ કરવામાં આવશે. પ્રથમ નોરતે ખોડલધામ પરિસરમાં આવેલી યજ્ઞશાળામાં યજ્ઞ પણ કરવામાં આવશે.

ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલની આગેવાનીમાં યોજાનારા આ પદયાત્રામાં ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ટ્રસ્ટી ઓ, સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટના ટ્રસ્ટી ઓ, લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન વેરાવળ-સોમનાથના ટ્રસ્ટી ઓ, ખોડલધામના જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય ક્ધવીનરો, ખોડલધામ મહિલા સમિતિ, ખોડલધામ વિદ્યાર્થી સમિતિ, અન્ય સમિતિઓ અને તમામ સમાજના ભાઈઓ-બહેનો જોડાશે. પદયાત્રાના રૂટ પર સ્વયંસેવકો વ્યવસ્થા જાળવવા ખડેપગે રહેશે. ખોડલધામ મંદિર ખાતે શ્રદ્ધાળુઓ માટે ફરાળ અને અલ્પાહારની વ્યવસ્થા કરાઈ છે.

પ્રથમ નોરતે સવારે 7-00 કલાકે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ અને અન્ય ટ્રસ્ટીઓની હાજરીમાં કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રાનો પ્રારંભ થશે. મા ખોડલના રથની આગેવાનીમાં ગરબે રમતાં રમતાં શ્રદ્ધાળુઓ પદયાત્રામાં જોડાઈને ખોડલધામ મંદિરે પહોંચશે. પદયાત્રાનું સમાપન ખોડલધામ મંદિરે થશે. નવરાત્રિ દરમિયાન દરરોજ ખોડલધામ મંદિરે યજ્ઞશાળામાં હવન કરાશે અને મા ખોડલને રોજ અવનવા શણગાર અને ધ્વજારોહણ કરી શ્રદ્ધાળુઓ દ્વારા મા ખોડલની આરાધના કરવામાં આવશે. નવરાત્રિમાં નવે-નવ દિવસ મંદિર પરિસરને લાઇટિંગ અને ફૂલોનો શણગાર કરવામાં આવશે.


Related News

Advertisement
Advertisement
Advertisement