જૂનાગઢમાં વર્ષો જૂની જવેલર્સ પેઢીનું ઉઠમણુ : કરોડો રૂપિયાનાં સોના સાથે વેપારી પરિવાર રફુચકકર થયો

24 September 2022 11:41 AM
Junagadh
  • જૂનાગઢમાં વર્ષો જૂની જવેલર્સ પેઢીનું ઉઠમણુ : કરોડો રૂપિયાનાં સોના સાથે વેપારી પરિવાર રફુચકકર થયો

પેઢીની જુદી જુદી સ્કીમમાં દાગીના મુકેલા ગ્રાહકો સાથે વિશ્ર્વાસઘાત અનેક વેપારીઓનું પણ સોનુ ગયાની ચર્ચા

જુનાગઢ, તા. 24
જુનાગઢ શહેરની એક જુની જવેલર્સની પેઢીએ લોકોના સોનીઓના કરોડોનું ફુલેકુ પેઢીનું ઉઠમણુ થઇ જવા પામતા સામાન્ય લોકો પોલીસ ચોકીએ ગઇકાલથી જોવા મળી રહ્યા છે. દુકાને અલીગઢના તાળા તેમજ રહેણાક મકાને પણ તાળા મારી પેઢી અને તેનો પરિવાર કયાંય રફુચકકર થઇ ગયાની ચર્ચા ચારેને ચૌટે થઇ રહી છે.

આ અંગેની મળતી વિગત મુજબ છાયા બજાર કાળા પાણાની સીડી નીચે ઉતરતા સ્વામિનારાયણ મંદિરના રસ્તાની નજીક અક્ષર જવેલર્સની સામેની બાજુની સાઇટમાં એલ નામને લગતી જવેલર્સની પેઢી ધરાવતો અને જીલ્લા પંચાયત જુનાગઢનો નિવૃત કર્મી વાણીયા સોનીની રપ વર્ષની જુની પેઢીનું ઉઠમણું થઇ જતા અંદાજીત પ કરોડથી વધુ રકમ સામાન્ય લોકોના જુદી જુદી સ્કીમમાં રોકેલા રૂપિયા અનેક સોનીઓનું સોનુ દાગીના બનાવવા માટે ગ્રાહકોના દાગીના સહિત 1પ0 જેટલા લોકોના નાણા લઇને પેઢીનો સંચાલક પરિવાર સાથે શહેર છોડી ભાગી છુટયોની ચર્ચા થઇ રહી છે.

આ પેઢીનો માલીક જુદી જુદી સ્કીમો ચલાવતો હોય નાના માણસો એક સાથે ઉંચા ભાવનું સોનુ એક સાથે ખરીદ કરી ન શકતા હોય તેઓને લાલચ આપી થોડા થોડા નાણા જમા કરાવતો અને દાગીના બનાવી આપવાની લાલચ આપતી સ્કીમ ચલાવતો હતો જેમાં અસંખ્ય મધ્યમ વર્ગ અને નાના માણસોના નાણા જમા કરાવતો હતો. ઉપરાંત જુના દાગીનાને રીપેરીંગ કરી દેવાના નામે દાગીનાઓ લઇ લીધા હતા તેમજ હાર, લકકી, ચેન વગેરે દાગીનાની ડિઝાઇન બહુ જ સરસ છે મને આપો તો મારે બે ગ્રાહકોના દાગીના બનાવવાનો મને ઓર્ડર મળી શકે તેમ છે તેમ કહી ગ્રાહકોનો વિશ્વાસ કેળવી તેઓના દાગીનાઓ લઇ લીધા છે અને લોકોને પોતાના મકાનનું સ્ટેમ્પ ઉપર સાટાખત કરી રૂપિયા લઇ લીધા હતા નાણા પાછા આપીશ.

ત્યારે સાટાખત પરત કરી દેવાના વાયદાઓ કરી લાખો રૂપિયા અનેક ગ્રાહકો પાસેથી લઇ લીધાનું ચર્ચાઇ રહ્યું છે. અનેક સોનીઓ પાસેથી આ જુની નામાંકિત પેઢીના સંચાલકે સોનુ પણ લીધાનું અંદરોઅંદર ચર્ચાઇ રહ્યું છે. નાના માણસો છાયાબજાર આ પેઢીની દુકાને ગઇકાલથી જમાવડો જોવા મળી રહ્યો છે તેમજ પોલીસ ચોકીએ પણ ધકકા ખાઇ રહ્યા છે આજકાલમાં ફરીયાદ થવાની તૈયારીઓ જોવા મળી રહી છે.

આમ નાના માણસોના કરોડોનું કરી જુની પેઢીનો ોની વેપારી આઠેક બેગો ભરી જુનાગઢમાંથી ઉચાળાભરી લીધાનું સીસીટીવી કેમેરામાં નજરે પડી રહ્યાનું બહાર આવી રહ્યું છે. સોની વેપારીનું નામ બી ફોર બોમ્બેથી શરૂ થાય તેવી ચર્ચા છે તેનો મોબાઇલ બંધ કરી દીધો છે.


Advertisement
Advertisement
Advertisement