અમદાવાદ આવકવેરા વિભાગના અધિકારી દોઢ વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા, પરિવારે મૃતદેહ સાચવી રાખ્યો !!

24 September 2022 11:44 AM
Ahmedabad Gujarat India
  • અમદાવાદ આવકવેરા વિભાગના અધિકારી દોઢ વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા, પરિવારે મૃતદેહ સાચવી રાખ્યો !!

પુત્ર જીવિત છે તેમ માનીને એક રૂમમાં સૂવડાવી દીધા, શરીરમાંથી પાણી નીકળે તો ગંગાજળથી સાફ કરી નાખતા

નવીદિલ્હી, તા.24
કાનપુરના રાવતપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કૃષ્ણાપુરી રોશનનગરમાં એક પરિવાર દોઢ વર્ષથી આવકવેરા અધિકારીના મૃતદેહ સાથે રહેતો હોવાનો ખુલાસો થયો છે ! આ મામલાનો ખુલાસો ત્યારે થયો જ્યારે સ્વાસ્થ્ય વિભાગની ટીમ તેમના ઘેર પહોંચી હતી. પોલીસે મૃતદેહને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે.

જો કે પરિવારજનોએ પોસ્ટમોર્ટમનો ઈનકાર પણ કર્યો હતો. પરિવારજનોએ મોડીસાંજે પોલીસની હાજરીમાં ભૈરવઘાટ સ્થિત સ્મશાનમાં મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા હતા. જાણકારી પ્રમાણે ઓર્ડિનેન્સ ફેક્ટરીમાંથી નિવૃત્ત થયેલા કર્મચારી રામ અવતાર રોશન નગરમાં પરિવાર સાથે રહે છે. ત્રણ પુત્રોમાં સૌથી નાના પુત્ર વિમલેશ (ઉ.વ.35) કે જેઓ અમદાવાદમાં આવકવેરા વિભાગમાં આસિસ્ટન્ એકાઉન્ટન્ટ ઑફિસર તરીકે કાર્યરત હતા. વિમલેશના પત્ની મિતાલી કિડવાઈનગર સ્થિત સહકારી બેન્કમાં કાર્યરત છે.

વિમલેશના પિતા રામ અવતારે પોલીસને જણાવ્યું કે 18 એપ્રિલ-2021માં વિમલેશ કોરોના સંક્રમિત થઈ ગયા હતા. પરિવારજનોએ તેને રિબહાના રોડ સ્થિત મોતી હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા જં સારવાર દરમિયાન 22 એપ્રિલે તેમનું મૃત્યુ થયું હતું. હોસ્પિલ મેનેજમેન્ટે કોરોના નિયમોને નેવે મુકી ડેથ સર્ટિફિકેટ સાથે વિમલેશના મૃતદેહને પરિવારજનોને સોંપી દીધો હતો.

ઘર આવ્યા બાદ પરિવારજનો અંતિમ સંસ્કારની તૈયારી કરી રહ્યા હતા ત્યારે મા રા રામદુલારીએ વિમલેશના હૃદયના ધબકારા ચાલું હોવાની વાત કહીને અંતિમ સંસ્કાર કરવાનો ઈનકાર કર્યો હતો. ત્યારથી માતા-પિતાએ વિમલેશના મૃતદેહને ઘરના એક રૂમમાં રાખી મુક્યો હતો. ઘરમાં વિમલેશની પત્ની મિતાલી ઉપરાંત વિમલેશના ભાઈઓ સુનિલ, દિનેશના પરિવાર પણ રહે છે.

ઘટનાનો ખુલાસો થયા બાદ માતા-પિતાએ કહ્યું કે દોઢ વર્ષથી અમારો પુત્ર આ હાલતમાં જ છે. અમે તેના શરીર ઉપર કોઈ કેમીકલ લગાવ્યું નથી. શરીરમાં ક્યાંયથી પાણી નીકળે તો અમે ગંગાજળથી સાફ કરી દેતા હતા. શરૂઆતમાં થોડા મહિના સુધી દૂર્ગંધ આવી પરંતુ થોડા મહિના બાદ તે પણ ગાયબ થઈ ગઈ હતી ! અમારો પુત્ર જીવતો જ છે.

આવકવેરા વિભાગ તરફથી પત્ર મળતાં જ સીએમઓએ ડેપ્યુટી સીએમઓ ડૉ.ઓ.પી.ગૌતમના નેતૃત્વમાં તપાસ કમિટીની રચના કરી હતી. આ તપાસ કમિટી જ્યારે વિમલેશના ઘર પર પહોંચી તો વિમલેશનો મૃતદેહ પલંગ ઉપર પડેલો હતો જે એકદમ મમી જેવો થઈ ગયો હતો.


Related News

Advertisement
Advertisement
Advertisement