હું ખુશ છું, દુ:ખી નથી કહીને રડતાં રડતાં ટેનિસને અલવિદા કહેતો રોજર ફેડરર

24 September 2022 11:49 AM
Sports
  • હું ખુશ છું, દુ:ખી નથી કહીને રડતાં રડતાં ટેનિસને અલવિદા કહેતો રોજર ફેડરર

લેવર કપ ડબલ્સની છેલ્લી મેચમાં નડાલ સાથે ઉતર્યો ફેડરર; જો કે મળ્યો પરાજય: ફેરવેલ સ્પીચ દરમિયાન પોતાના આંસુ રોકી ન શક્યો, નડાલ પણ રડ્યો

નવીદિલ્હી, તા.24 : ટેનિસ ઈતિહાસના સૌથી મહાન ખેલાડીઓમાં સામેલ સ્વિત્ઝરલેન્ડના રોજર ફેડરરે ટેનિસ કોર્ટને અલવિદા કહી દીધું છે. તેણે આ મહિનાની શરૂઆતમાં સંન્યાસની જાહેરાત કરી હતી. ગતરાત્રે તે છેલ્લીવાર લેવર કપના મુકાબલામાં કોર્ટ પર ઉતર્યો હતો. મેચમ બાદ તેણે રડતાં રડતાં ટેનિસને બાય બાય કહ્યું હતું.

રોજર ફેડરરે પોતાના કરિયરની અંતિમ મેચ ડબલ્સના રૂપમાં રમી હતી જેમાં ફેડરરનો કટ્ટર હરિફ એવો રાફેલ નડાલ તેનો જોડીદાર હતો. લેવર કપ ટીમ યુરોપ અને રેસ્ટ ઑફ ધ વર્લ્ડ વચ્ચે રમાય છે જેમાં નોવાક જોકોવિચ અને એન્ડી મરે જેવા ખેલાડીઓ પણ રમે છે. મેચ બાદ બન્ને ટટીમોના ખેલાડીઓએ ફેડરરને હવામાં પણ ઉછાળ્યો હતો. મેચ બાદ પોતાની ફેરવેલ સ્પીચમાં રોજર ફેડરર આંસુ રોકી શક્યો નહોતો. તેણે વાત કરતાં કહ્યું કે હું ખુશ છું, દુ:ખી નથી. આ સ્પીચ દરમિયાન તે અનેકવાર પોતાના આંસુ રોકી શક્યો નહોતો.

ફેડરર-નડાલની જોડીને લેવર કપ-2022માં જેક સૉક અને ફ્રાન્સીસ ટિયાફો વિરુદ્ધ પહેલો સેટ જીત્યા બાદ 4-6, 7-6, 11-9થી હાર મળી હતી. મેચ બાદ ફેડરરની સાથે તેનો જોડીદાર રાફેલ નડાલ પર પોતાના આંસુ રોકી શક્યો નહોતો. તેણે કહ્યું કે રોજરની વિદાયની સાથે જ મારો એક હિસ્સો તેની સાથે ચાલ્યો ગયો છે.


Related News

Advertisement
Advertisement
Advertisement