જુનાગઢમાં પૌરાણિક વાઘેશ્વરી માતાજી મંદિરે નવરાત્રીની પરંપરાગત ઉજવણી થશે

24 September 2022 12:16 PM
Junagadh
  • જુનાગઢમાં પૌરાણિક વાઘેશ્વરી માતાજી મંદિરે નવરાત્રીની પરંપરાગત ઉજવણી થશે

જુનાગઢ તા.23 : ગરવા ગિરનાર ભવનાથના રસ્તે ડુંગરપર બીચ જતા માં વાઘેશ્વરીનું અત્યંત પૌરાણિક મંદિર આવેલું છે. જયાં નવાબીકાળથી માંના નવરાત્રીના નવલા નવરાતનો ઉત્સવ પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે એકાદ દાયકાની આજુબાજુ આ માં વાઘેશ્વરીના મંદિરની પાછલી નાની બારી તોડી તેમાંથી ગળકી માતાજીના ગર્ભગૃહમાં પ્રવેશી અતિ અલભ્ય આભૂષણો- હિરા- માણેક- સોના-ચાંદીના ઘરેણા નવાબી કાળના અત્યંત દુર્લભ કિંમત ન આકી શકાય તેવા કરોડો રૂપિયાના આભૂષણો આઠમા નવરાત્રીની મોડી રાત્રીના આઠ સીસી ટીવી કેમેરા લગાડેલા જે બંધ હોય માતાજીના દરવાજામાં હથીયાર બંધી પોલીસ સુતી હતી છતાં પણ હરામખોરોએ અલભ્ય આભૂષણ ઉતારી મુખ્ય દરવાજો ખોલીને ભાગી છૂટયા હતા. જેનો આજદિન સુધી કોઈ સગળ પોલીસ મેળવી શકી નથી જે ભેદ હજુ ભેદ જ રહેવા પામ્યો છે. આ આભૂષણો માત્ર નવરાત્રીના નવ દિવસો માટે જ સ્ટ્રોંગ રૂમમાંથી બહાર લાવવામાં આવતો હતો જે તાલુકા મેજીસ્ટ્રેટ મામલતદારની સીધી દેખરેખ નીચે આવી તેમના દ્વારાજ તીજુરી ખુલતી હોય છે.


Advertisement
Advertisement
Advertisement